Bhavnagar

ભાવનગર જિલ્લા જેલમાં સિપાહી પર કેદીનો હુમલો

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લા જેલમાં કેદી ચિરાગ મકવાણાએ જેલ સિપાહી દિગ્વિજયસિંહ ગોહિલને માર માર્યો. સિપાહીએ કેદીને બેરેકમાં જવાનું કહેતા ઉશ્કેરાયેલા કેદીએ ધમકી આપી હતી. બાદમાં હુમલો કરી ડાબા કાનનો પડદો તોડી નાખ્યો હતો. નિલમબાગ પોલીસે ફરજ રુકાવટ અને માર મારવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લા જેલમાં સિપાહી પર કેદીનો હુમલો

કેદીએ માર મારતા ડાબા કાનનો પડદો તુટી ગયો, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર -  ભાવનગર જિલ્લા જેલમાં પાંચ દિવસ પૂર્વે જેલ કર્મચારીએ કેદી બેરેકમાં જતાં રહેવાનું કહેતા કેદીએ ઝઘડો કરી ધમકી આપ્યા બાદ ગત રોજ કેદીએ કર્મચારી પર હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી ડાબા કાનનો તોડી નાખ્યો હતો. બનાવ અંગે જિલ્લા જેલના જેલ સિપાહીએ કેદી સામે નિલમબાગ પોલીસ મથકમાં માર મારી ફરજ રૃકાવટ કર્યાં અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોઘા તાલુકાના સાણોદર ગામે રહેતા અને ભાવનગર જિલ્લા જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ બી.ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં કાચા કામના આરોપી ચિરાગ બિપીનભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૧-૮ના રોજ તેઓ જિલ્લા જેલમાં ફરજમાં હતા ત્યારે કાચા આરોપી હાર્દિપ અરવિંદભાઈ પરમાર તથા ચિરાગ બિપિનભાઈ મકવાણા બેરેક બહાર ઉભા હોવાથી તેમણે હાર્દિપને આફ્ટર બેરેકમાં જતાં રહેવાનું કહેતા તેનું ઉપરાણું લઈને ચિરાગે ઉશ્કેરાઈને તેમને ધમકી આપી હતી કે, 'તું ક્યાં ક્વાર્ટરમાં રહે છે તથા ક્યાંથી આવે છે મને ખબર છે એટલે તું હવે ધ્યાન રાખજે તારુ હવે કંઈક કરવું પડશે તેમજ કોર્ટમાં તારા પર ખોટા આક્ષેપ કરીને ફસાવી દઈશ' તેમજ તેમને ત્રણ વખત મારવાની ધમકી આપ્યા બાદ ગતરોજ સાંજે જેલના સલામતી યાર્ડની બાજુમાં ઉક્ત ચિરાગે એકલતાનો લાભ ઉઠાવી તેમના પર અચાનક હુમલો કરી મુંઢ માર મારી ગંભીર ઈજા પહોંચાડી તેમજ ડાબા કાનનો પડદો તોડી નાખ્યો હતો. આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.