Bhavnagar

સરદારનગરના બંધ મકાનમાં તપેલા, નળ અને મૂર્તિ ચોરાઈ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના સરદારનગર વિસ્તારમાં, મહાદેવ પ્લોટમાં પરિવાર બહાર ગયો ત્યારે 15 સપ્ટેમ્બરે અજાણ્યા સ્ત્રી-પુરુષે ઘરમાં ઘૂસી રૂ. 10,200ની ચોરી કરી. ચોરોએ તપેલા, પાઈપ, નળ અને સૂર્ય ભગવાનની પિત્તળની મૂર્તિની ચોરી કરી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘોઘારોડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદારનગરના બંધ મકાનમાં તપેલા, નળ અને મૂર્તિ ચોરાઈ

ઘરના સભ્યો બહાર ગયા ને અજાણ્યા સ્ત્રી-પુરુષ ત્રાટક્યા

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર -  સરદારનગર વિસ્તારમાં આવેલા મહાદેવ પ્લોટમાં રહેતા આધેડ બપોરના સમયે પરિવાર સાથે બહાર ગયા હતા.તે દરમિયાન અજાણ્યા ચોર ઘરમાં પ્રવેશી નાના મોટા તપેલા ગેલ્વેનાઈઝના પાઈપ , પીતળ તથા સ્ટીલના નળ અને સૂર્ય ભગવાનની પીતળની મુત મળી રૃ.૧૦ હજારની ચોરી કરી નાસી છૂટયા હતા.

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આવેલા મહાદેવ પ્લોટમાં ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તારીખ ૧૫ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વેપારી નરેશભાઈ નાઉમલ આગીચા તથા તેમનો પરિવાર કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.બપોરે પરત ફરેલા પરિવારે તપાસ કરતા ફળીયામાં રાખેલા વાસણો અને અન્ય સામાન ગાયબ જણાતા ઘરમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. સીસીટીવીમાં એક અજાણ્યો પુરુષ અને ી આસપાસમાં આંટા મારતા અને ી ઘરમાં પ્રવેશ કરતી નજરે પડી હતી.ચોર ઈસમો ઘરના ફળીયામાંથી કુતરાને દૂધ પાવાના નાના-મોટા ૪ તપેલાં (કિં.રૃ. ૨,૦૦૦), દીવાલમાં લગાવેલા ગેલ્વેનાઈઝના પાઈપ (કિં.રૃ. ૨૦૦), પીતળ તથા સ્ટીલના નળ (કિં.રૃ. ૪,૦૦૦) અને સૂર્ય ભગવાનની પીતળની મુત (કિં.રૃ. ૪,૦૦૦) મળી કુલ રૃ. ૧૦,૨૦૦ ની મિલકત ચોરી ગયા હતા.આ અંગે નરેશભાઈ આગીચાએ ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.