Bhavnagar

બોટાદમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધના કારોબાર પર પોલીસ ત્રાટકી

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
બોટાદમાં 'મહાશક્તિ ડેરી'માંથી ભેળસેળયુક્ત દૂધ અને શંકાસ્પદ પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે. લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી 2 શખ્સોને પકડી પાડ્યા. આ લોકો દૂધમાંથી ફેટ કાઢી, તેમાં પાણી અને પાવડર ભેળવી વેચતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા છે. લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધના કારોબાર પર પોલીસ ત્રાટકી

'મહાશક્તિ ડેરી'માંથી શંકાસ્પદ પાવડરનો જથ્થો જપ્ત

દૂધમાંથી ફેટ કાઢી પાવડર અને પાણીનું મિશ્રણ કરી વેચવાનો કાળો કારોબાર, ફૂડ અને ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા

બોટાદ -  રાજ્ય સરકારની મિશ્રણ અને ભેળસેળયુક્ત ખાદ્યચીજો સામેની કડક ઝુંબેશ અંતર્ગત બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા સાંપડી છે. બોટાદ શહેરના ઢાંકણીયા રોડ, વિહાવાવ પાસે આવેલી 'મહાશક્તિ ડેરી સેન્ટર' ખાતે પોલીસે દરોડો પાડી શંકાસ્પદ દૂધ અને શંકાસ્પદ પાવડરનો જથ્થો પકડી પાડયો છે.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે બોટાદ શહેરના ઢાંકણીયા રોડ, વિહાવાવ પાસે આવેલી 'મહાશક્તિ ડેરી સેન્ટર' ખાતે દરોડો પાડી તપાસ દરમિયાન સામે આવ્યું કે, બીએમસીના લાયસન્સ ધારક ડેરીના સંચાલક વિરમ ઉર્ફે નયનભાઈ રૃપાભાઈ ખાંભલીયા તથા તેના ભાગીદાર રઘુ સવશીભાઈ લોહ અસલી દૂધમાંથી મશીન વડે ક્રીમ (ફેટ) કાઢી લેતા હતા. ત્યારબાદ દૂધનો જથ્થો કૃત્રિમ રીતે વધારવા તેમાં પાણી અને 'ડેરી પરમીએટ પાવડર' ભેળવી, મશીનરી દ્વારા કાયદેસરના ધારાધોરણ મુજબ સેટ કરી આગળ સપ્લાય કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદ દૂધ તથા પાવડરનો જથ્થો સીઝ કર્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવી નમૂનાઓ લેવડાવ્યા છે. લેબોરેટરી પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.