Bhavnagar

રથયાત્રા પૂર્વે દેશી દારૃના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી, ૭ લોકો ઝડપાયા

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રા પૂર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે એક્શન લીધા છે. LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરના 14 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં ₹1.24 લાખનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો. 7 લોકોની ધરપકડ થઈ છે, જ્યારે 7 ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પૂર્વે દેશી દારૃના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી, ૭ લોકો ઝડપાયા

ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી

૧૪ સ્થળોએ દરોડા પાડી રૃ.૧.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત ,૭ લોકો ફરાર

ભાવનગર -  આગામી સમયમાં ભાવનગરમાં યોજાનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.એલ.સી.બી., એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્કવોડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભાવનગરમાં અલગ અલગ ૧૪ જેટલા સ્થળોએ દરોડા પાડી રૃ.૧.૨૪ લાખનો દેશી દારૃ જપ્ત કર્યો છે

૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ વહેલી સવારે પોલીસે શહેરના આડોડિયાવાસ, કુંભારવાડા, ચિત્રા અને કરચલીયા પરા જેવા વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી પ્રોહિબિશનના ધંધાર્થીઓ પર દરોડા પાડયા હતા. આ મેગા રેઇડ દરમિયાન પોલીસે કુલ ૧૪ કેસો શોધી કાઢયા હતા.કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૪૯ લીટર દેશી દારૃ રૃ.૨૯,૮૦૦,૧૭૮૦ લીટર આથો રૃ.૪૪,૫૦૦ અને એક એક્ટિવા સ્કૂટર રૃ.૫૦,૦૦૦ મળીને કુલ રૃ.૧,૨૪,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કેસમાં ૪ મહિલાઓ સહિત કુલ ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૭ લોકોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.