ઉમરાળામાં યુરીનલ તોડી નાખ્યા બાદ કામગીરી ખોરંભે પડતા લોકોને હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રામ પંચાયતના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો
હયાત સુવિધા છીનવી લેવાનું ગ્રામ પંચાયતના સત્તાધીશોનું મનસ્વી વલણ લોકોમાં ટીકાને પાત્ર બન્યું
ઉમરાળા - ઉમરાળાના જવાહર ચોક નજીક ગઢના દરવાજા પાસે આવેલા જૂના યુરીનલ તોડી પાડયા પછી હજુ સુધી નવા યુરીનલનું બાંધકામ હાથ ન ધરી લોકોને ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરવા મજબૂર કરનાર ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા અણઘડ વહીવટનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે.
ઉમરાળાના જવાહર ચોકથી શાકમાર્કેટ સુધીની બજારના ભાગને સી.સી.રોડ બનાવવા માટે ત્યાં રહેલ સીમેન્ટના બ્લોક કાઢવા ખોદાણ કર્યા પછી દોઢેક મહિનાથી ખોદી નાખેલ બજારના એ ભાગ પર સી.સી. રોડની કામગીરી શરૃ કરાઈ નથી. દરમિયાન બીજી જુલાઈથી વરસાદ શરૃ થઈ જતાં ખોદાયેલા રોડ પર પાણી ભરાવાથી બજારના વેપારીઓ,ગ્રાહકો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.બજારના જે ભાગમાંથી બ્લોક કાઢી નાખ્યા છે તે ભાગ પર કરિયાણું, કટલેરી,વાસણ, ઈલેક્ટ્રીક, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કપડાં વગેરેની મુખ્ય દુકાનો ઉપરાંત મસ્જિદ,શાકમાર્કેટ વગેરે આવેલ છે.આથી ત્યાં આખો દિવસ લોકોની સતત અવર-જવર રહે છે.આવા રસ્તા પર વરસાદના પાણી ભરાવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામ પંચાયત જો સમયસર કામ કરવા અસમર્થ હોય તો યુરીનલ અને બજારના રસ્તાને તોડી નાખી જે સુવિધા હતી તે છીનવી શા માટે લીધી તે બાબત અને પંચાયતનું આવું વલણ લોકોમાં ચર્ચાસ્પદ સાથે ટીકાપાત્ર બન્યું છે.




