Bhavnagar

મોટા ખુંટવડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવે લોકોને હાલાકી

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી ટેકનીશ્યન, આઈ સર્જન અને ગાયનેકના અભાવે દર્દીઓ હેરાન થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતાથી લોકોમાં રોષ છે. ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને ખાનગી લેબમાં જવું પડે છે. કાયમી ડોકટરોની તાત્કાલિક નિયુક્તિની પ્રબળ લોકમાંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટા ખુંટવડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવે લોકોને હાલાકી

તંત્રવાહકોની ઉદાસીનતા જનતામાં ટીકાને પાત્ર બની

લેબોરેટરી ટેકનીશ્યન, આઈ સર્જન અને ગાયનેકની તાત્કાલિક નિયુકિત કરવામાં આવે તેવી લોકમાંગ

મોટા ખુંટવડા - મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી ટેકનીશ્યન, આઈ સર્જન તેમજ ગાયનેકના અભાવે દર્દીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે. આ ગંભીર બાબતે તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતા જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.

મહુવા તાલુકામાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ મોટા ગણાવાતા મોટા ખુંટવડા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટેના આર્શિવાદ સમાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી નિયત સેટઅપ મુજબના તબીબી સ્ટાફની લાંબા સમયથી ઘટ હોય દર્દીઓને ભારુ મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના રોગના નિદાન માટેના અત્યંત આવશ્યક ટેસ્ટ કરાવવા જરૃરી હોય છે ત્યારે આ દવાખાનામાં લેબોરેટરી ટેકનીશ્યન હાજર હોતા નથી. જેથી દર્દીઓને મને કમને ફરજીયાતપણે ખાનગી લેબમાં રીપોર્ટ કરાવવા માટે જવુ પડે છે. એટલુ જ નહિ આ હોસ્પિટલમાં આંખના સર્જન તેમજ ગાયનેક વિભાગમાં કાયમી ડોકટરની સમસ્યા ઘણા લાંબા સમયથી યથાવત હોવા છતાં જવાબદાર સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.મોટા ખુંટવડા પંથકની જનતાના શિરદર્દ સમાન આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામકેલ છે.