Bhavnagar

તળાજામાં રક્ષાબંધનને લઈ લોકોમાં ઉત્સાહ, બજારમાં ખરીદીનો માહોલ

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
તળાજા પંથકમાં રક્ષાબંધનના પર્વને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અંતિમ ઘડીની ખરીદી નીકળતા વેપારીઓને હાશકારો થયો. રાખડીના ભાવમાં 20% વધારો છતાં બહેનો મોંઘી રાખડી ખરીદવા ઉમટી પડી હતી. ચાંદીના ભાવ આસમાને હોવા છતાં, ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચાંદીની રાખડીનું ત્રણ ગણું વેચાણ થયું. સોનાની રાખડીની પણ માંગ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજામાં રક્ષાબંધનને લઈ લોકોમાં ઉત્સાહ, બજારમાં ખરીદીનો માહોલ

અંતિમ ઘડીની ખરીદી નીકળતા વેપારીઓને હાશકારો

ભાવ આસમાને છતાં ચાંદીની રાખડીની માંગ વધી, સોનાની રાખડીઓ પણ વેચાય

તળાજા -  મોંઘવારી અને મંદી વચ્ચે પણ તળાજા પંથકમાં રક્ષાબંધનના પર્વને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બજારમાં અંતિમ ઘડીની ખરીદીનો માહોલ જામતા વેપારીઓએ હાશકારો લીધો હતો.

તળાજાની બજારમાં રક્ષાબંધન પર્વની રંગત જોવા મળી હતી. રાખડીના ભાવમાં ૨૦ ટકાનો વધારો છતાં બહેનો મોંઘી રાખડી ખરીદવા માટે ઉમટી પડયા હતા. આ વર્ષે ચાંદીનો ભાવ આસમાને હોવા છતાં પણ ભાઈ પ્રત્યેના અખૂટ પ્રેમ અને લાગણીને મોંઘવારીનું ગ્રહણ ન નડયું હોય તેમ ગત વર્ષની તુલનામાં આ વર્ષ ચાંદીની રાખડીનું ત્રણ ગણું વેચાણ થયું હોવાનું તેમજ ચાંદીની સાથે સોનાની રાખડી પણ ડિમાન્ડ રહી હોવાનો સોની વેપારીએ દાવો કર્યો છે. આ ઉપરાંત મીઠાઈની દુકાનોમાં પણ પેંડા, કાજુકતરી વગેરે મીઠાઈ ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી.