જેસર પંથકમાં વારંવાર વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરોડોનો ખર્ચો કર્યો છતાં પીજીવીસીએલની સ્થિતિ 'જૈસૈ થે'
દિવસ અને રાત્રિ દરમિયાન અનેકવાર વીજળી ગૂલ થાય છે, ફોલ્ટ સેન્ટર 'નોટ રિચેબલ'
જેસર - જેસર પંથકમાં કરોડોના ખર્ચે પ્રિ-મોનસૂન કામગીરી કરી હોવા છતાં વારંવાર વીજ ધાંધિયાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન અનેકવાર વીજળી ગૂલ થાય છે અને જ્યારે કચેરી કે ફોલ્ટ સેન્ટરમા ફોન કરવામાં આવે તો ફોન લાગતો નથી ત્યારે આ મામલે યોગ્ય નિરાણકરણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે પીજીવીસીએલ દ્વારા કરોડોના ખર્ચે પ્રિ-મોનસૂન કામગીરી કરવામાં આવે છે અને પ્રિ-મોનસૂન કામગીરીના નામે પણ ગ્રાહકો પર કલાકોનો વીજકાપ ઝિંકવામાં આવે છે. જેસર તાલુકામાં પણ સરકાર દ્વારા કરોડોના ખર્ચે પ્રિ-મોનસૂન કામગીરી અને કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ વરસાદની સ્થિતિમાં પરિસ્થિતિ જૈસૈ થે. જેસરમાં દિવસ અને રાત્રિ દરમિયાન અનેકવાર વીજળી ગૂલ થઈ જવાના પ્રશ્નને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમજ લાઈટ જવા પાછળનું કારણ અને કેટલા સમયમાં લાઈટ આવશે તે જાણવા નાગરિકો ફોન કરે તો ફોન લાગતો નહી હોવાની ફરિયાદ ઉઠી છે. તેમજ કલાકો સુધી ફોલ્ટનું નિવારણ આવતું નથી. જેસરના બહારપરા વિસ્તારમાં દિવસ દરમિયાન ૨૦થી ૨૫ વખત લાઈટ ચાલી જાય છે. આમ, વીજ ધાંધિયાના કારણે તાલુકાની પબ્લિક હેરાન થઈ રહી છે ત્યારે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.




