તમાકુ નિયંત્રણ ધારાનો ભંગ કરતા ૪૯૬ લોકો સામે દંડનિય કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર વિભાગના અલગ-અલગ ડેપોમાં ઝુંબેશ ચલાવાઈ
એસ.ટી. પરિસર અને બસમાં પિચકારી મારતા, ગંદકી ફેલાવતા મુસાફરો પાસેથી દંડ વસૂલાયો
ભાવનગર - ભાવનગર એસ.ટી. વિભાગના જુદા-જુદા ડેપોમાં અને બસમાં પિચકારી મારતા તેમજ ગંદકી ફેલાવતા મુસાફરો સામે એસ.ટી. તંત્રે ખાસ ઝુંબેશ ચલાવી ૪૯૬ લોકો પાસેથી દંડની વસૂલાત કરી હતી.
એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ગત ઓક્ટોબર માસમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એસ.ટી. પરિસરમાં જ્યાં-ત્યાં પાન-મસાલાની પિચકારી મારતા તેમજ બસ કે બસ સ્ટેન્ડમાં ગંદકી ફેલાવતા લોકો ઝપટમાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન ભાવનગર વિભાગના તમામ આઠ ડેપોમાં ૬૨-૬૨ મળી કુલ ૪૯૬ કેસ કરી રૃા.૪,૯૬૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુસાફરોને દંડનાત્મક કાર્યવાહીથી બચવા ધુ્રમપાન ન કરવા, પાન-મસાલાની પિચકારી ન મારવા અને ડસ્ટબીન સિવાય ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી ન ફેલાવવા વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરે અનુરોધ કર્યો હતો.




