રાજુલા-રાજકોટ રૃટની બસને જાફરાબાદ સુધી લંબાવવા મુસાફરોની માંગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિવિધ મંડળો દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરાઈ
નોકરીયાત વર્ગ અને ખાસકરીને માછીમારો માટે રૃટ લંબાવાય તો અનેક સમસ્યાનું નિરાકરણ આવી શકે
રાજુલા - રાજુલા-રાજકોટ રૃટ પર ચાલતી એસ.ટી. બસને જાફરાબાદ સુધી લંબાવવા માંગણી કરાઈ છે. ખાસ કરીને નોકરીયાત, માછીમારો માટે જો આ રૃટ લંબાવાય તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. જેથી ડેપો મેનેજરને રજુઆત કરાઈ હતી.
રાજુલા રાજકોટ બસ રાજુલા થી સાંજના ૫થ૧૫ મીનીટે ઉપડે છે. જે બસ ને જાફરાબાદ સુધી લંબાવવા માટે જાફરાબાદ ની સંસ્થાઓ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ દ્વારા એસટી તંત્ર ના લાગતાવળગતા ખાતાઓ માં રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાઓ દ્વારા રજૂઆત માં જણાવેલ છે કે રાજુલા ખાતે ચાલતી રાજુલા - રાજકોટ બસ જાફરાબાદ સુધી લંબાવવા આવે તો વેપારીઓ ને નોકરીયાતો ને અને માછીમારોને સારો એવો ફાયદો થઈ શકે તેમ છે. આ બાબતે લોકો માં પણ ઉગ્ર માંગ થઇ રહી છે. આ બસ રાજુલા ડેપો ની હોય મુસાફર જનતા ની માંગણી લક્ષમાં રાખીને રાજુલા ડેપો મેનેજર આ બાબતે હકારાત્મક નિર્ણય લેશે તેવી મુસાફર જનતા તેમજ જુદી જુદી સંસ્થાઓ ની માંગણી છે. જેથી જાફરાબાદ સુધી ખાનગી વાહનમાં અનિયમિત મુસાફરીથી લોકો બચી શકે. રાજુલા ડેપો મેનેજર આ બાબતની ગંભીરતા સમજી ધ્યાને વહેલી તકે યોગ્ય નિર્ણય કરવા માંગ કરાઈ છે.




