મકાન હોય કે દુકાન, ઓફીસ હોય કે શાળા તમામ એકમોમાં સીસીટીવી કેમેરા લગાવવા હુકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાગરિકોના જીવન અને સંપતિની સુરક્ષા નિશ્ચિત કરવા
તમામ સ્થળો પર કેમેરા ફીટ કરાય તો ગુનાનો ભેદ ઉકેલવો સરળ બને ઃ જાહેરનામુ જારી કરાયું
ભાવનગર - ભાવનગર જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવા અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં તમામ બેંકો તથા ગેર-બેન્કિંગ સંસ્થાઓ, આંગડિયા પેઢીઓ, જ્વેલરી શો-રૃમ, પેટ્રોલ પંપ તથા ગેસ સ્ટેશનો, હોટલ, રિસોર્ટ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ, ગરબા ક્લાસીસ, ધર્મશાળા, શોપિંગ મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ, ખાનગી વેરહાઉસ તથા ગોડાઉન ખાતે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા એવી રીતે સ્થાપિત કરવાના રહેશે કે સ્થળના અંદરના તથા બહારના ભાગ, પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર, આવતા-જતા વ્યક્તિઓ તથા વાહનો, રિસેપ્શન સેન્ટર, લોબી, પાર્કિંગ એરિયા અને બેઝમેન્ટ સહિતનો જરૃરી વિસ્તાર સ્પષ્ટ રીતે કવર થાય તથા કોઇ બ્લાઇન્ડ સ્ટોપ ન રહે. જાહેર સ્થળોએ આવેલા એકમોએ જાહેર જગ્યા તથા રોડની બાજુનો વિસ્તાર પણ કેમેરાની નજર હેઠળ આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સીસીટીવી કેમેરા સારા રિઝોલ્યુશનના હોવા જરૃરી છે. તમામ સીસીટીવીનું બેકઅપ ૧૫ દિવસ સુધઈનું રાખવા અને તમામ સીસીટીવી કેમેરાના ડીવીઆર સુરક્ષિત જગ્યા પર રાખવા, પોલીસ દ્વારા જ્યારે પણ સીસીટીવી માંગવામાં આવે ત્યારે સીસીટીવી ફુટેઝ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના રહેશે. ફુટેઝમાં ફેરફાર, સંપાદન કે નાશ કરવો એ કાયદેસર ગુનો ગણાશે. આ જાહેરનામુ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલા તમામ શહેરો તથા ગામોના મકાન માલિકોને લાગુ પડશે અને તેનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.




