ગઢડાના ટાટમ ગામે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના નેટવર્કનો પર્દાફાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટાટમનો યુવક ૧૦.૮૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
મોબાઈલ, લેપટોપ અને ૧૦.૦૭ લાખની રોકડ કબજે કરાઈ, ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
બોટાદ - ટાટમ ગામે રહેણાંકના બોટાદ એલસીબીએ મકાનમાં ચાલતા ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્નો પર્દાફાશ કર્યો છે.પોલીસે ટાટમ ગામના શખ્સને મોબાઈલ, લેપટોપ અને રોકડ મળી ૧૦.૮૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ટાટમ ગામે એલ.સી.બી. ટીમે બાતમીના આધારે રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા નેટવર્નો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ૧૯ વર્ષીય યુવક અંકુર સંજયભાઈ જાદવને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી કોઈપણ જાતની કાનૂની પરવાનગી વગર પોતાના રહેણાંક મકાનેથી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સ અને વેબસાઈટોનું સંચાલન કરતો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અંકુર અનેક ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઈટો અને એપ્લિકેશન્સ બનાવીને સોશિયલ મીડિયા તથા ગૂગલ સર્ચ કોન્સોલ દ્વારા તેનું પ્રમોશન કરતો હતો. યુવાનોને લત લગાડવા માટે સ્વાગત બોનસ, રેફર એન્ડ અર્ન સ્કીમ તેમજ લાઈવ પ્રિડિક્શન કોન્ટેસ્ટ જેવી લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે જુદા જુદા બેંક ખાતાઓનો ઉપયોગ કરવા ઉપરાંત હવાલા કે લેયરિંગ માટે યુએસડીટી વિડ્રોઅલનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો હતો.એલ.સી.બી.ની ટીમે અંકુરના મકાનેથી ઝડતી દરમિયાન રૃ. ૧૦,૦૭,૦૦૦ ની રોકડ રકમ, બે મોબાઈલ ફોન (કિંમત રૃ. ૩૦,૦૦૦) અને બે લેપટોપ (કિંમત રૃ. ૪૫,૦૦૦) સહિત કુલ રૃ. ૧૦,૮૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ઈસમ વિરુદ્ધ નવા અમલી બનેલા ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ, ૨૦૨૫દ ની કલમ ૫, ૬, ૭ ના ભંગ બદલ કલમ ૯(૧), ૯(૨), ૯(૩) મુજબ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.




