યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ કે ટાઈપીસ્ટ કેડર હોય હવે તમામ માટે કારકુન નામાભિધાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.એ કરેલી દરખાસ્તને શિક્ષણ વિભાગની મંજુરી
હાલ આસિસ્ટન્ટની ૩૨ જગ્યા સામે ૨૫ની ઘટ છે તો ટાઈપીસ્ટની ૧૬ જગ્યા સામે ૧ની ઘટ
ભાવનગર - મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા થયેલ દરખાસ્તને શિક્ષણ વિભાગ મંજુર કરી આસિસ્ટન્ટ કેડર અને ટાઈપીસ્ટ કેડરને મર્જ કરી કારકુન નામાભિધાન કરવામાં આવેલ ચે જેને યુનિવર્સિટીના સર્વ સત્તામંડળ દ્વારા પણ મંજુરીની મહોર લગાવાઈ હતી.
મહારાજા કૃષ્મકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે વહીવટી જગ્યાઓનાં તા. ૧૯-૬-૨૦૧૮થી સાતમાં પગાર ધોરણ મુજબ મંજુર થઈ આવેલ જગ્યાઓ પૈકી આસિસ્ટન્ટ કેડરની કુલ ૩૨ જગ્યા અને ટાઈપીસ્ટ કેડરની કુલ ૧૬ જગ્યા મંજુર થયેલ જ્યારે હાલમાં યુની. ખાતે આસિસ્ટન્ટની-૨ અને ટાઈપીસ્ટીની ૧૫ જગ્યા ભરાયેલી છે અને હાલની ભરતી મુજબ આસિસ્ટન્ટની ૨૫ અને ટાઈપીસ્ટની ૧ જગ્યા ભરવા કાર્યવાહી શરૃ છે. જો કે આ અગાઉ યુનિવર્સિટી ખાતે વર્ગ-૩ની ટાઈપીસ્ટની જગ્યાઓને આસિસ્ટન્ટ કેડરમાં મર્જ કરવાની દરખાસ્ત ઉચ્ચશિક્ષણ કમિશનર કચેરીમાં થઈ હતી જેના અનુસંધાને તમામ યુનિ.માં કારકુન, કારકુન-કમ ટાઈપીસ્ટ (ગુજરાતી - અંગ્રેજી) તેમજ ઓફિસ આસિસ્ટન્ટને કારકુન તરીકે નામાભિધાન કરવાની મંજુરી આપવામાં આવેલ. જેતી આ મુદ્દો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અધ્યક્ષ સ્થાનેથી મુકાયો હતો અને બોર્ડ દ્વારા વર્તમાનમાં યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ અને ટાઈપીસ્ટનું નામાભિધાને કારકુને સ્વિકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સહજાનંદ પી.જી. સેન્ટરને એક વર્ષ માટે એમ.એસ.ડબલ્યુ.નો વર્ગ વધારો અપાયો
સ્વામિનારાયણ વિદ્યાધામ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ પી.જી. સેન્ટર ઓફ સોશ્યલ વર્ક અકવાડા તરફથી એમ.એસ.ડબલ્યુ. અભ્યાસક્રમ માટે એક વર્ગ (૬૦ સીટો)નો કાયમી વર્ગ વધારાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે તમામ અભ્યાસક્રમો માટે માન્ય અધ્યાપકોની નિમણુક પૂર્ણ થતા તાજેતરમાં મળેલ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે જ એક વર્ષ પુરતો એક વર્ગ નિયમાનુસાર મંજુર કરવામાં આવ્યો હતો.




