બોટાદમાં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે ધીંગાણું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક જ પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત, ૪ સામે ગુનો દાખલ
કચરો દૂર સળગાવાનું કહેતા ચાર લોકોએ પરિવાર પર હુમલો કરી બીજા પહોંચાડી ધમકી આપી હતી
ભાવનગર - બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ સીતારામનગર-૦૨ વિસ્તારમાં કચરો સળગાવવા અને ધુમાડો થવાની નજીવી બાબતે બોલાચાલી બાદ બે પડોશીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ સીતારામનગર-૦૨ માં રહેતા કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ ધરજીયા (ઉં.વ. ૩૨) ના પડોશમાં રહેતા પૂરીબેન રોડ પર કચરો સળગાવતા હતા, જેનો ધુમાડો ઘરમાં આવતો હોવાથી કલ્પેશભાઈના મોટા ભાઈ ઈશ્વરભાઈએ તેમને કચરો દૂર સળગાવવા કહ્યું હતું. આ સાંભળી પૂરીબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.તકરાર વધતા પૂરીબેનના પરિવારના સભ્યોપરેશભાઈ, રફીકભાઈ અને ઈરફાનભાઈ હાથમાં લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. તમામ લોકોએ કલ્પેશભાઈ અને તેમના ભાઈ ઈશ્વરભાઈ પર તૂટી પડી લાકડીઓ તથા ઢીંકા-મુક્કાનો બેફામ માર માર્યો હતો. વચ્ચે બચાવવા આવેલા કલ્પેશભાઈના માતા, ભાભી અને પિતા સાથે પણ હાથાપાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ, બોટાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બોટાદ ટાઉન પોલીસે કલ્પેશભાઈની ફરિયાદના આધારે પરેશ, રફીક, ઈરફાન,પૂરીબેન સામે બી.એન.એસ. અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




