મોકડ્રીલ - ટાણા ગામે ગેસ લીકેજ થતાં કર્મચારી બેભાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિવિધ વિભાગોની ટીમ તાત્કાલિક દોડી ગઈ
આપાતકાલિન સ્થિતિમાં બચાવ સહિતની કામગીરીની ચકાસણી માટે આયોજન કરાયું
સિહોર - સિહોર તાલુકાના ટાણા ગામે ઈમરજન્સી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટાણા-બુઢણા રોડ પર આવેલ આઈપીએસ ટાણા ટર્મિનલની બાજુમાં જીએસપીએલ ટ્રાન્સમિશન લિ. દ્વારા ઈમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાની તૈયારી, વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન અને આપત્તિ સમયે ઝડપી કામગીરીની ચકાસણી માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ગેસ લીકેજની કલ્પિત ઘટના સર્જાતા તેની અસરથી એક કર્મચારી બેભાન થઈ જતાં તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ટાણા પીએચસીની એમ્બ્યુલન્સને તુરંત સારવાર અને રેસ્ક્યુ કામગીરી માટે બોલાવાઈ હતી. તે જ સમયે આગ લાગ્યાની ઘટનાનું પણ જીવંત પ્રદર્શન કરાયું હતું. જેથી સિહોર ન.પા.ના ફાયર સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ મોકડ્રીલમાં ટાણા પીએચસી, જીએસપીએલ ટ્રાન્સમિશન લિ., ગુજરાત ગેસ અને કેપિટલ કંપનીની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે ભાગ લીધો હતો.




