ભાવનગરમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૩૬.પ ડિગ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેર-જિલ્લામાં વરસાદનો વિરામ, ગરમીનું જોર વધ્યું
બે દિવસમાં મહત્તમ તાપમાન ૬.૧ ડિગ્રી વધ્યું ઃ ર૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, ભેજનું પ્રમાણ પર ટકા
ભાવનગર - ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને આજે ગુરૃવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે ગરમીનું જોર વધ્યુ છે.
હેર અને જિલ્લામાં આજે ગુરૃવારે મહત્તમ તાપમાન ૩૬.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૬.૬ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પર ટકા અને પવનની ઝડપ ર૦ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે બુધવારે મહત્તમ તાપમાન ૩૪.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૬.ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૬૮ ટકા અને પવનની ઝડપ ૧૪ કિલોમીટર નોંધાઈ હતી. ગત મંગળવારે મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયુ હતું.
વરસાદે વિરામ લેતા મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાન ૬.૧ ડિગ્રી વધ્યુ હતુ તેથી આજે ગુરૃવારે લોકોને ગરમીનો અનુભવ થયો હતો અને ભેજનું પ્રમાણઊ પર ટકા રહેતા લોકોને બફારાનો અનુભવ થયો હતો, જો કે પવનની ઝડપમાં વધારો થતા લોકોને થોડી રાહત થઈ હતી. હાલ વરસાદેે વિરામ લીધો છે પરંતુ થોડા દિવસ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૃ થાય તેવી સંભાવના છે.









