બોટાદના મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં એસ.ઓ.જી. પોલીસનો દરોડો
ભાવનગર રોડ પર પંચપીરની દરગાહ પાસેના મકાનમાંથી રૃ. ૬૮,૮૫૦ નો મુદ્દામાલ જપ્ત
બોટાદ - બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી પંચપીરની દરગાહ નજીકથી એસ.ઓ.જી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદે નશીલા પદાર્થ (ગાંજા)ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ સંયુક્ત બાતમી આધારે પંચપીરની દરગાહ પાસે આવેલ સોહેલ ફીરોજભાઈ સિપાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી ગેરકાયદે વગર પાસ-પરમિટે રાખવામાં આવેલ નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ૬.૧૪૪ કિલોગ્રામ ગાંજો (જેની કિંમત રૃ. ૫૭,૦૦૦), મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૃ. ૬૮,૮૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલે સોહેલ ફીરોજભાઈ સિપાઈ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(આઈઆઈ) બી મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એસ.ઓ.જી. પોલીસે શખ્સની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




