નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે શખ્સ ઝબ્બે, ૧૯૩ બોટલો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રામદેવનગરના શખ્સે કફ સિરપનો જથ્થો સપ્લાય કર્યો હતો
બોરતળાવ પોલીસે કુંભારવાડા વિસ્તારમાં રેઇડ પાડી કુલ રૃ.૩૫,૪૧૬નો મુદ્દામાલ કબજે કયા
ભાવનગર - ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં મકાન પર સફળતાપૂર્વક નાર્કોટિક્સ રેઇડ પાડીને ગેરકાયદે નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરમાં નશા કારક કફ સીરપનો કારોબાર ફૂલીફાલી રહ્યો છે અને યુવાધન નાશમાં સ્થાને કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપ થકી નશાના નર્કમાં ફસાઈ રહ્યા છે. તેવામાં બોરતળાવ પોલીસે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડાની ગોપાલ સોસાયટી (મફતનગર)માં રહેતો વિનોદ ઉર્ફે વિનુ નાથાભાઇ વાઘેલા (ઉં.વ. ૩૦) પોતાના મકાનમાં નશાકારક કફ સિરપ રાખીને તેનો છૂટક વેપાર કરે છે. બાતમીના આધારે બોરતળાવ પોલીસની ટીમે મહાનગરપાલિકાના સરકારી પંચો અને એફએસએલ અધિકારીને સાથે રાખી ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ શખ્સના ઘરે દરોડો પાડયો હતો. મકાનની તલાશી લેતા પશ્ચિમ બાજુના રૃમમાંથી પૂંઠાના બોક્સમાં છુપાવેલી (કોડીન ફોસ્ફેટ) યુક્ત કફ સિરપની કુલ ૧૯૩ બોટલો રૃ.૩૦,૪૧૬.૮ મળી આવી હતી. પોલીસે કફ સીરપની બોટલ અને મોબાઈલ મળી રૃ.૩૫,૪૧૬ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ દરમિયાન વિનોદે કબૂલ્યું હતું કે, આ જથ્થો તેને રામદેવનગરના જનક ઉર્ફે જલો લાલજીભાઇ સોલંકીએ સપ્લાય કર્યો હતો. પોલીસે બંને શખ્સ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




