Bhavnagar

સિહોરમાં જુવારના પુળા પાછળ છુપાવેલા વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
સિહોર પોલીસે ભીલવાડાના ખાંચામાં પશુપાલનની આડમાં ચાલતા દારૂના વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાહુલ ભરતભાઈ હલુકાના મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 240 બોટલો, કિંમત ₹48,000, જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરમાં જુવારના પુળા પાછળ છુપાવેલા વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

પશુપાલનના વ્યવસાયની ઓથ હેઠળ ઘરમાં જ ચાલતું હતું દારૃનું વેચાણ

પોલીસે રૃા.૪૮ હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી

સિહોર -  સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીલવાડાના ખાંચામાં રહેણાંક મકાનમાં દારૃના મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસને મળેલી માહિતી મુજબ, સિહોરી માતાના મંદિરના પગથિયાં પાસે રહેતો રાહુલ ભરતભાઇ હલુકા (ઉ.વ. ૨૪) પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃ રાખીને તેનું વેચાણ કરતો હતો. આ બાતમી આધારે પોલીસે મકાનના ફળિયામાં આવેલા માલઢોરના છારામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન છારામાં રહેલા જુવારના પુળા હટાવતાં તેની પાછળથી દૂધિયા રંગના મોટા ઝબલા મળી આવ્યા હતા.ઝબલામાંથી ગેરકાયદેસર રાખવામાં આવેલી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૃની ૧૮૦ એમ.એલ.ની સીલબંધ બોટલો મળી આવી હતી.બ્લુ સ્ટોક ઇક્વીસાઇડ વ્હીસ્કીથ ૯૯ બોટલ (કિંમત રૃ. ૧૯,૮૦૦),સ્ટાર ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીથ ૧૦૭ બોટલ (કિંમત રૃ. ૨૧,૪૦૦),ડિસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કીથ ૩૪ બોટલ (કિંમત રૃ. ૬,૮૦૦) પોલીસે કુલ ૨૪૦ બોટલ, જેની કુલ કિંમત રૃ. ૪૮,૦૦૦ થાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૃ રાખવા અંગે પાસ-પરમિટ ન હોવાથી આરોપી રાહુલ હલુકા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. આગળની તપાસ અર્થે સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.