Bhavnagar

શહેરના શેલારશા ચોક નજીક દુકાનમાંથી વિદેશી દારૃનો જથ્થા સાથે શખ્સ ઝડપાયો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર શહેરમાં LCBએ શેલારશા ચોક નજીક દુકાનમાં દરોડો પાડી, દીપક ઉર્ફે ખબરી વાઘેલા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે વિદેશી દારૂની 811 બોટલ અને બિયરના 48 ટીન સહિત કુલ 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના શેલારશા ચોક નજીક દુકાનમાંથી વિદેશી દારૃનો જથ્થા સાથે શખ્સ ઝડપાયો

નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

દારૃની ૮૧૧ બોટલ અને બિયરના ૪૮ ટીન સહિત કુલ રૃ.૩.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર -  શહેરના શેલારશા ચોક નજીક દુકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને શખ્સ વેચાણ કરતો હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડો કરી પોલીસે વિદેશી દારૃ અને બિયરના કુલ રૃ.૩.૮૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

શહેરના શેલારશા ચોક ડૉ.લાખાણીના દવાખાના સામે આવેલ સિપાઈ જમાતખાનાની બીજા માળે આવેલી દુકાન નં.૨૭માં દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઈ વાઘેલા (રહે.મોતીતળાવ, કુંભારવાડા) નામનો શખ્સ વિદેશી દારૃ રાખી વેચાણ કરતો હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા એલસીબીની ટીમે દરોડો પાડી દુકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૃની નાની મોટી મળી કુલ ૮૧૧ બોટલ અને બિયરના ૪૮ ટીન સાથે દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઈ વાઘેલા મળી આવતા તેને ઝડપી લઈ કુલ રૃ.૩,૮૨,૩૭૫નો મુદ્દામાલ કબજે લઈ દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.