શિહોરના ગુંદાળા ગામના મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં નો ડ્રગ્સ ઈન ભાવનગર ઝુંબેશ
એસઓજીની સફળ રેઇડ, રૃ.૬ લાખનો ૧૨ કિલો ગાંજો જપ્ત
ભાવનગર - શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાળા ગામમાં આવેલ રામનગર વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડી સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ધનશા મુક્ત ગુજરાતધ અભિયાન અંતર્ગત ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપએ નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે લાલ આંખ કરી છે.
બાતમીના આધારે મકાનમાં રેઇડ કરી હતી.એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદાળા ગામમાં આવેલ રામનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેતા દિપક ઉર્ફે દિપો નારણભાઇ ચુડાસમા (ઉ.વ. ૫૦) ના ઘરે તપાસ હાથ ધરતા મકાનમાંથી ગેરકાયદે સુકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી કુલ ૧૧.૯૯૦ કિલ્લો (આશરે ૧૨ કિલો) સૂકો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત ૫,૯૯,૫૦૦ અંકાય છે. દિપક ઉર્ફે દિપો સામે એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શિહોર પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે.




