Bhavnagar

શાીનગરમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાનાં નામે મુખ્ય રોડને ૧૫ દિવસથી બાનમાં લીધો

By GS Team
23 Oct 20263 mins read
TukuTouch Logo
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા બનેલા રોડને ખોદી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાનું કામ લોકોમાં રોષ જગાવી રહ્યું છે. શાીનગર વિસ્તારમાં નવા રોડ ખોદી સમસ્યા વધારાઈ છે. 25 વર્ષથી ભાજપ શાસન છતાં પ્રજા સુખી નથી, પણ શાસકો અને કોન્ટ્રાક્ટરો સમૃદ્ધ બન્યા છે. ડ્રેનેજ વિભાગના ઈજનેરને નવો રોડ બન્યાની જાણ ન હોવાનું કહેવાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાીનગરમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાનાં નામે મુખ્ય રોડને ૧૫ દિવસથી બાનમાં લીધો

ભાવનગર મહાનગરપાલિકા ની ટેક્સની કમાણી 'વેઠમાં સમાણી'

નવાં, સારાં રોડને ખોદી ખેદાનમેદાન કરી વિકાસ દર્શાવવો ભાવનગર મહાનગરપાલિકાની ઓળખ બની

ભાવનગર -  ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે બનાવેલા ટનાટન રોડને ખોદી તહેસ-નહેસ કરી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરી લોકોમાં ભારે ટીકાપાત્ર બનવા સાથે તંત્રની અણઘણ કામગીરી ને લઈને ભારે રોષ ફેલાયો છે.શાીનગર વિસ્તારમાં નવો બનાવાયેલો રોડ ડ્રેનેજ લાઈન અપગ્રેડેશનના નામે ખોદી લોકો,વાહન ચાલકોની સમસ્યામાં વધારો કર્યો છે.

૨૫ વર્ષ કરતાં વધુ સમયથી ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ નું શાસન છે અને આ શાસનમાં પ્રજા સુખી અને શાસન થકી સુવિધાઓ યુક્ત જીવન જીવે છે કે કેમ એ આજે પણ પ્રશ્નાર્થ છે પરંતુ આ શાસન થકી શાસકો,અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો જરૃરથી સુખી અને સમૃદ્ધ બન્યા છે પાંચ વર્ષની સત્તામાં પ્રજાજનોની સુખાકારી નહીં પરંતુ નેતાઓ પોતાની અને પોતાની પેઢીઓની સુખાકારી જરૃરથી નિશ્ચિત કરે છે આ વાત ખુદ જનતા જણાવી રહી છે ત્યારે બીએમસી દ્વારા શહેરમાં લોક સુખાકારી અર્થે કરાઈ રહેલા અલગ અલગ કાર્યો એ જાગૃત નાગરિકોને વિચારવા મજબૂર કર્યાં છે શહેરમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી તંત્ર ની એક કામગીરી એ લોકોને વિસ્મય માં મુકવા સાથે વિચાર કરવા મજબૂર કર્યાં છે શહેરના કોઈ પણ વિસ્તારમાં નવા રોડ-રસ્તા બનાવવામાં આવે અને આ રોડ બન્યાં નાં ગણતરીના સમયમાં જ તંત્ર ને અચાનક ભૂગર્ભ ડ્રેનેજ, પાણી કે વીજ અથવા અંડર ગ્રાઉન્ડ કામગીરી યાદ આવે અને નવા બનાવેલા રસ્તાઓને ખોદી હતા નહોતા કરી દેવામાં આવે લાંબા સમય સુધી આ કામગીરી ચાલે ત્યારબાદ ફરી જે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હોય ત્યાં નવો રોડ મંજૂર કરવામાં આવે ! આ રમત લાંબા સમયથી ચાલી રહી છે

હાલ આવી જ કામગીરી આર ટી ઓ સર્કલ કડીયા નાકાં પાસે ચાલી રહી છે ફ્લાયઓવર બ્રિજ નિચે સવસ રોડને થોડા મહિનાઓ પહેલાં જ નવો બનાવવામાં આવ્યો હતો હજુ આ રોડનું વિસ્તૃતિકરણ અને જમીન સંપાદનની કામગીરી બાકી છે ત્યાં જ નવો બનાવાયેલો રોડ ડ્રેનેજ વિભાગને આંખના કણાં ની માફક ખૂંચ્યો અને શાીનગર ડાયાભાઈ સર્કલ થી ન્યાલદાસ કોમ્પલેક્ષ સુધીના રોડ પર ભૂગર્ભ ડ્રેનેજ લાઈન અપગ્રેડેશનનુ કામ યાદ આવ્યું પંદર દિવસ પહેલાં એક સાઈડ નો રોડ બ્લોક (બાનમાં) કરીને નવો રોડ ખોદી હાલ ગટરની નવી લાઈન પાથરવામાં આવી રહી છે ત્યારે બીએમસી ના ડ્રેનેજ અને રોડ વિભાગ વચ્ચે આપસી સંકલન નો અભાવ છે કે કોન્ટ્રાકટરો, અધિકારીઓના ગજવા ગરમ રાખવા જાણીજોઈને પ્રજાએ ટેક્સ રૃપે ભરેલાં નાણાં નો વેડફાટ કરવાની નેમ જવાબદારો ધરાવે છે એવા સવાલો લોકો કરી રહ્યા છે.

નવો રસ્તો ક્યારે બન્યો એ મને ખબર નથી ઃ ઈજનેર

ડાયાભાઇ ચોક થી ન્યાલદાસ કોમ્પલેક્ષ સુધીના રોડ પર ભૂગર્ભ ગટર લાઈન ને અપગ્રેડ કરવાની કામગીરી બીએમસી નાં ડ્રેનેજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે આ વિસ્તારમાં નવો રોડ ક્યારે બન્યો તે અંગે મને માહિતી નથી હાલ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર નિલેશ.બી વઢવાણીયાએ જણાવ્યું હતું.