Bhavnagar

મહુવાના વેપારીને દોઢ વર્ષની સજા, રૃા.૨૫.૬૧ લાખનો દંડ

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં ચેક બાઉન્સના બે કેસમાં કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે. ગાયત્રીનગરના પાર્થ ત્રિવેદીને 17.7 લાખનો ચેક બાઉન્સ થતા 3 માસની સાદી કેદની સજા અને ચેકની રકમનો દંડ થયો. મહુવાના તાહેર માસારોડવાલાને મોબાઈલ ખરીદીના 17,07,950ના ચેક બાઉન્સ થતા દોઢ વર્ષની સાદી કેદ અને 25,61,925 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના વેપારીને દોઢ વર્ષની સજા, રૃા.૨૫.૬૧ લાખનો દંડ

મોબાઈલ ખરીદીના બાકીના ૧૭.૭ લાખની રકમનો ચેક બાઉન્સ થયો હતો

ચેક રિટર્નના અન્ય એક કેસમાં ભાવનગરના શખ્સને ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ

ભાવનગર - ચેક બાઉન્સના અલગ-અલગ બે કેસમાં ભાવનગર અને મહુવાના શખ્સોને કોર્ટે સજાનો હુકમ અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

ભાવનગર શહેરના ગાયત્રીનગર, ઘોઘાજકાતનાકા, શિવશક્તિ સોસાયટી, બીજા માળે, બ્લોક નં.૫, ૬૩૪૯માં રહેતો પાર્થ જીતેન્દ્રભાઈ ત્રિવેદી નામના શખ્સ સામે યોગેશભાઈ પ્રવિણચંદ્ર મેખિયાએ તેમના વકીલ મારફત ભાવનગરના પાંચમા ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ)ની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કોર્ટે પાર્થ ત્રિવેદીને તકસીરવાન ઠેરવી ત્રણ માસ સાદી કેદની સજા અને ચેકની રકમ દંડ પેટે કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો છે.

બીજા એક કેસમાં મહુવામાં રહેતો તાહેર અકબરઅલી માસારોડવાલા નામના શખ્સ  સામે મસ્ત મોબાઈલના પ્રોપરાઈટર મેહુલ મનજીભાઈ વળિયાએ મોબાઈલ ખરીદીના બાકીના રૃા.૧૭,૦૭,૯૫૦નો આપેલો ચેક બાઉન્સ થતા મહુવાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં તેમના વકીલ મારફત ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં કોર્ટે વેપારી તાહેર અકબરઅલી માસારોડવાલાને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ચેકની દોઢી રકમ રૃા.૨૫,૬૧,૯૨૫નો દંડ ફટકાર્યો છે.