Bhavnagar

જિલ્લાનાં ૧૧ તાલુકાની શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરાશે

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં આગામી 10 ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી માટે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓની બેઠક મળી. સિંહ અને માનવ વચ્ચે સંવેદના અને સમજણ કેળવવા ભાર મુકાયો. જિલ્લાના 11 તાલુકાની શાળાઓમાં રેલી સહિતના કાર્યક્રમો યોજાશે. વન વિભાગ, શિક્ષણ વિભાગ અને સંસ્થાઓ દ્વારા સિંહ પ્રત્યે જાગૃતિ ફેલાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લાનાં ૧૧ તાલુકાની શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરાશે

સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનામાં સંવેદના જરૃરી

વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ દિવસ ઉજવણીનું વિશેષ આયોજન ગોઠવ્યું

ભાવનગર -  આગામી ૧૦ ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણીની તૈયારીના ભાગરૃપે વનવિભાગ અને પર્યાવરણ પ્રેમીોની સંકલન બેઠક મળી હતી. જેમાં સિંહ પ્રત્યેની સંવેદના સમજણ વિકસાવવા પર ભાર મુકી જિલ્લાનાં ૧૧ તાલુકાની શાળાઓમાં આયોજન અંગેની તૈયારીઓ ગોઠવાઈ હતી. સિંહ દિવસ ૧૦ ઓગસ્ટ ઉજવણી સંદર્ભે તૈયારીના ભાગરૃપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આબેઠકમાં ભાવનગર સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયું કે સિંહ અને માનવ સાથેની આકસ્મિત ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. સિંહ દિવસ ઉજવણીમાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓની સામેલગીરી દ્વારા આયોજન સંદર્ભે વિવિધ વિભાગોનાં સંકલન પર ભાર મુક્યો હતો. ઉજવણીમાં ભાવનગર જિલ્લામાં વન વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે અન્ય કચેરીઓ તથા સંસ્થાઓને જોડવા અને સિંહ વિશે ગેરસમજદૂર કરવા તથા જાગૃતિ અને સાવચેતી માર્ગદર્શન ાપવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ. ભાવનગર વન વિભાગ અંતર્ગત ભાવનગર, મહુવા, સિહોર, પાલિતાણા, જેસર તથા વલ્લભીપુર કચેરીઓ અંતર્ગત સિંહ દિવસ ઉજવણી તૈયારીઓ થઈ રહી છે જે ૧૧ તાલુકામાં રેલી સ્વરૃપે યોજાશે.