Bhavnagar

ભાવનગરમાં અશાંતધારા ભંગ મામલે વધુ એક વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં અશાંત ધારાના કડક અમલ હેઠળ વધુ એક આરોપી પરવેઝ બુખારી સામે ગુન્હો નોંધાયો છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં ભાડુઆત તરીકે તેનું નામ ખુલ્યું હતું. અત્યાર સુધીમાં 2 ગુન્હા દાખલ કરી 6 શખ્સો સામે કાર્યવાહી થઈ છે. ગેરકાયદેસર ખરીદેલી મિલ્કતો પણ ખાલી કરાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં અશાંતધારા ભંગ મામલે વધુ એક વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી

રીદાયેલી મિલ્કતો પણ ખાલી કરી દેવામાં આવી

ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાની તપાસમાં વધુ એક ભાડુઆતનું નામ ખુલ્યું

ભાવનગર - અશાંત ધારાની કડક અમલવારીના ભાગરૃપે દાખલ થયેલ ગુન્હામાં વધુ એક આરોપી વિરૃધ્ધભાવનગર જીલ્લા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા અશાંત વિસ્તારોમાં કાયદાની કડક અમલવારીના ભાગરૃપે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. અશાંત ધારા ભંગ અંગે મળેલી રજૂઆતોના આધારે અગાઉ પણ કડક પગલાં લેવાયા છે. આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં કુલ ૦૨ ગુન્હા દાખલ કરીને ૦૬ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભયથી ગેરકાયદેસર રીતે ખરીદાયેલી મિલ્કતો પણ ખાલી કરી દેવામાં આવી છે. તાજેતરમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અશાંત ધારા એક્ટ, ૧૯૯૧ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મિલ્કતના માલિક ભરતકુમાર જયંતિલાલ કોઠારી અને ભાડુઆત દિલસાદબેન યુનુસભાઇ શાહ સામે ગુન્હો નોંધાયો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન, આ ગુન્હામાં ભાડુઆત તરીકે વધુ એક  પરવેઝ નઝીરભાઇ બુખારી (રહે. નવાપરા, ભાવનગર)નું નામ ખુલતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અશાંત ધારાના ભંગ અંગેની માહિતી તુરંત જીલ્લા પોલીસને આપવા અપીલ કરી છે.