Bhavnagar

ભાવનગરમાં ધારાશાસ્ત્રીઓએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં ભાડા કરારના નવા કાયદાના વિરોધમાં વકીલોનું આંદોલન છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું. વકીલોએ આ બિલને કાળા કાયદા સમાન ગણાવી રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. બાર એસોસિએશનના પ્રમુખ હિરેન જાનીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ધારાશાસ્ત્રીઓએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

ભાડા કરારના બિલને કાળા કાયદા સમાન ગણાવ્યો

સતત છઠ્ઠા દિવસે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

ભાવનગર -  ભાડા કરારના કાયદાના વિરોધમાં ધારાશાસ્ત્રીઓના ચાલી રહેલા આંદોલન અંતર્ગત ભાવનગરમાં રામધૂન બોલાવી વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા ભાડા કરારનો નવો કાયદો લાવવામાં આવ્યો છે. જેની વિરોધમાં રાજ્યભરમાં વકીલો હડતાલ પર ઉતર્યા છે. ભાવનગરમાં પણ છેલ્લા છ દિવસથી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ દર્શાવી રહ્યા છે. આ હડતાલના પગલે ભાવનગરમાં વકીલો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ વકીલોએ રામધૂન બોલાવી ભાડા કરારના બિલના કાળા કાયદા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ ભાવનગર બાર એસો.ના પ્રમુખ હિરેન જાનીએ જણાવ્યું હતું. આ આશ્ચર્યજનક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિનિયર-જુનિયર ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા.