ચેસની સ્પર્ધા સાથે આજથી આંતર કોલેજ સ્પર્ધાનો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુનિવર્સિટીના શા.શિ. વિભાગ દ્વારા તૈયારી પૂર્ણ
સર પી.પી. સાયન્સ કોલેજના યજમાન પદે ૩૬ કોલેજના ૧૦૨ ખેલાડી ભાગ લેશે
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના શા.શિ. વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરાયું છે અને તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. ત્યારે તા.૨૩ના રોજ સર પી.પી. સાયન્સ કોલેજના યજમાન પદે પ્રથમ ઇવેન્ટ ચેસની સ્પર્ધા યોજાશે જેમાં વિવિધ ૩૬ કોલેજના ૧૦૨ ખેલાડી ભાઇ-બહેનો ભાગ લેશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધાનો શુભારંભ ચેસ (ભાઇઓ-બહેનો) ૨૦૨૬-૨૭ સ્પર્ધાથી તા.૨૩ જુલાઇના રોજ સવારે ૯ કલાકથી સર પી.પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના યજમાન પદે યોજાશે. જેમાં ૨૧ કોલેજોના કુલ ૭૦ ભાઇઓ તથા ૧૫ કોલેજની કુલ ૩૨ બહેનો એમ કુલ ૧૦૨ ખેલાડી ભાઇઓ-બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ વર્ષે પહોળી સંખ્યામાં ખેલાડીઓ (ભાઇઓ-બહેનો) ભાગ લઇ રહ્યા છે અને હવે તબક્કાવાર વિવિધ રમતોની સ્પર્ધા યોજાશે.









