Bhavnagar

એચ.આઈ.વી. એઈડઝ જાગૃતી માટે આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૬નો પ્રારંભ

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરની સરકારી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલમાં નેશનલ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ 'ઈન્ટેનસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈંગ 2026' શરૂ થયું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ યુવાનોને HIV/AIDS અંગે સચોટ માહિતી આપી, જાગૃતિ ફેલાવવા અને HIVગ્રસ્ત લોકો પ્રત્યેનો ભેદભાવ ઘટાડવા અપીલ કરી. આ માહિતી પરિવાર અને સમાજ સુધી પહોંચાડવા અનુરોધ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

એચ.આઈ.વી. એઈડઝ જાગૃતી માટે આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૬નો પ્રારંભ

એચ.આઈ.વી. સાથે જીવતા લોકો પ્રત્યેનો ભેદભાવ ઘટાડવા

નર્સિંગ કોલેજનાં ઓડીટોરીયમમાં સચોટ માહિતી સાથે સમજ મજબુત બનાવવા અપીલ

ભાવનગર, ગુરૃવાર

નેશનલ એઈડસ એન્ડ એસ.ટી.ડી. કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એમ.ઓ.એચ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગરની સરકારી નર્સિંગ કોલેજનાં ઓડિટોરિયમ હોલ ખાતે ઈન્ટેનસીફાઈડ આઈ.ઈસી કેમ્પેઈંગ ૨૦૨૬નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ યુવાનોને એચ.આઈ.વી. એઈડસ અંગે જરૃરી માર્ગદર્શન આપતાં સચોટ માહિતી અને જાગૃતિના પ્રસાર દ્વારા સમજ વધુ મજબુત બનાવવા ણનુરોધ કર્યો હતો. તેમણે અભિયાન અંતર્ગત મળેલી માહિતી પરિવાર, મિત્રો અને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડવા પણ અપીલ કરી હતી.

ડિસ્ટ્રીક્ટ ટીબી એચ.આઈ.વી. ઓફિસર આ અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ એચ.આઈ.વી. સાથે જીવતા લોકો પ્રત્યેનો કલંક અને ભેદભાવ ઘટાડવા સૌના સહિયારા પ્રયાસો જરૃરી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ એચઆઈવી એઈડસ જાગૃતિના મહત્વ અંગેના વિચારો રજૂ કરી અભિયાનમાં સક્રિય સહભાગી બનવા તથા તેનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.