તારા જેવાને ગાયબ કરી દઈશ, કોંગ્રેસ પ્રમુખે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાણપુર પંચાયતમાં રાજકીય ગરમાવો
પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તા અંગે ટીડીઓ અરજી કરાવતા વિવાદ વકર્યો
ભાવનગર - બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં રાજકીય વિવાદ સામે આવ્યો છે. રાણપુર કાળીપા દેશાઈ વોરાના ચોરા પાસે ચાલી રહેલા પેવર બ્લોકના નબળા કામકાજ અંગે ટીડીઓને લેખિત અરજી કરાવવાની બાબતે રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપતાં રાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસીફખાન બિશુભાઈ પરમારને સ્થાનિક રહીશ સોહીલભાઈ તરફથી માહિતી મળી હતી કે વિસ્તારમાં ખોદકામ કર્યા વિના જ નબળી ગુણવત્તાના પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. આથી, તેમણે ટીડીઓ કચેરી ખાતે અરજી કરાવવામાં મદદ કરી હતી.આ બાબતનો ખાર રાખી રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અને ગ્રા.પં. સભ્ય બસીરભાઈ મહમદભાઈ ઉર્ફે સુખાભાઇ ખટૂંબરાએ રાણપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે આવી આસીફખાનને તું કેમ અરજી કરાવે છે. તારે માપમાં રહેવું અને મારા વિસ્તારમાં આવવું નહીં, તને ગાયબ કરી દઈશ તેવી ધમકી આપી હતી.આ અંગે આસીફખાન પરમારે રાણપુર પોલીસ સ્ટેશનમાં બસીરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.




