Bhavnagar

રથયાત્રા પર 'બાજ નજર', ૪ હજાર સુરક્ષાકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી નગરચર્યા

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં 17.5 કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ પર 4000થી વધુ પોલીસ કર્મીઓ, SRP અને હોમગાર્ડના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી સતત નજર રખાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં વોચ ટાવરથી પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પર 'બાજ નજર', ૪ હજાર સુરક્ષાકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી નગરચર્યા

ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સમગ્ર ૧૭.૫ કિલોમીટરના રૃટ પર રખાઈ કડક નજર

ભાવનગર - ભાવનગરમાં ભવ્ય રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ રથયાત્રા શહેરના નિર્ધારિત ૧૭.૫ કિલોમીટરના લાંબા માર્ગ પર ભક્તિભાવપૂર્વક ફરીને રાત્રે નિજ મંદિરે પરત પહોંચી હતી.

સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૃપે ૪૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ, એસ.આર.પી. અને હોમગાર્ડના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. પરંપરાગત સુરક્ષાની સાથે આ વખતે આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૃટ પર સતત બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરા, પોલીસ જવાનો માટે બોડી વોર્ન કેમેરા અને સંવેદનશીલ વિસ્તારોમાં વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક એક્શન લઈ શકાય.