સિંધુનગરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, રૃ.૪.૩૬ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સો ગિરફ્તાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોપાલ પાર્કના મકાનમાં ચાલતા અખાડા પર સ્પેશિયલ વોરંટ સાથે પોલીસની કાર્યવાહી, ૩.૫૧ લાખ રોકડા અને સ્માર્ટફોન જપ્ત
ભાવનગર - ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જુના સિંધુનગર ગોપાલ પાર્ક ખાતે મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ૬ જુગારીઓને ઝડપી પાડયા છે. પોલીસ દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૃ. ૪.૩૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમી અને ખાસ વોરંટ સાથે દરોડો ઘોઘારોડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બાવકુદાન કુંચાલા અને પી.એસ.આઇ. આર.સી. માલવીયાની ટીમને બાતમી મળી હતી કે, જુનુ સિંધુનગર, ગોપાલ પાર્કના પ્લોટ નં. ૧૯૯૩/બી માં પ્રકાશ કનૈયાલાલ સોમવાણી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડે છે. આ બાતમી આધારે ડીવાયએસપીનું ખાસ વોરંટ મેળવી ૨૩ ઓગસ્ટની રાત્રે પંચોને સાથે રાખી પોલીસે દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન મકાનના અંદરના રૃમમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૬ ઇસમો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી તેમજ પ્રકાશ કનૈયાલાલ સોમવાણી (મકાન માલિક),જગદીશ જમનાદાસ કાંજાણી,નિતેષ કીશનચંદ નોતરાણી,મનીષ જગદીશભાઈ કુકડેજા,જીતેન્દ્ર જયપાલદાસ સાહીત્ય,લખન ભીમનદાસ સચદેવની અટકાયત કરી હતી. તેમની પાસેથી રોકડા રૃ. ૩,૫૧,૫૦૦, રૃ. ૮૫,૦૦૦ ની કિંમતના ૬ સ્માર્ટફોન તથા ગંજીપાના મળી કુલ રૃ. ૪,૩૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









