દૂધાળામાં વ્યાજખોરનો ત્રાસ, ૧૨ લાખના દેવા સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાલીતાણા રૃરલ પોલીસમાં શખ્સ સામે ફરિયાદ
દીકરીની સારવાર માટે લીધેલા નાણાં પર ઊંચું વ્યાજ વસૂલી જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દૂધાળા ગામે વ્યાજખોરીનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે.જ્યાં માનસિક અસ્થિર પુત્રીની સારવાર અને વાહન ખરીદવા માટે ૫% ના ઊંચા વ્યાજે રૃ. ૧૨ લાખની લોન લેનાર શ્રમિક પિતા સામે શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પાલીતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પાલીતાણા તાલુકાના દૂધાળા ગામે ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભરતભાઈ ગુણવંતરાય ત્રિવેદી નામના વ્યક્તિએ પોતાની માનસિક અસ્થિર પુત્રીની સારવાર અને ઇકો ગાડી ખરીદવા માટે દૂધાળા ગામના જ નંદલાલ અરવિંદભાઈ સાવલીયા પાસેથી ૫% ના ઊંચા વ્યાજે કુલ રૃપિયા ૧૨,૦૦,૦૦૦ લીધા હતા.શરૃઆતમાં નંદલાલએ રૃ. ૧,૫૦,૦૦૦ અને ત્યારબાદ બાકીના રૃ. ૧૦,૫૦,૦૦૦ આપ્યા હતા. ભરતભાઈ દર મહિને ૫% લેખે સમયસર વ્યાજ ચૂકવતા હતા, પરંતુ કોઈ કાયમી આવકનો ોત ન હોવાના કારણે તેઓ વ્યાજ ભરવામાં મુશ્કેલીમાં મુકાયા હતા. આ દેવું ચૂકવવા માટે તેમણે અન્ય લોકો અને બેંક ખાતાઓમાંથી નાણાં ઉપાડીને વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપી દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. નંદલાલ સાવલીયા દ્વારા જાહેરમાં ગાળો બોલીને જો વ્યાજના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશું તેવી ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી. આ અંગે ભોગ બનનાર ભરતભાઈની રજૂઆતને આધારે પાલીતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.




