Bhavnagar

ગારિયાધાર તા.પ.ના અ.મ.ઈ.ને લાંચ કેસમાં ચાર વર્ષ કેદની સજા

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 12 વર્ષ જૂના લાંચ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગારિયાધાર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર કિશોર ધોરાજીયાને 21,000 રૂપિયાની લાંચ લેતા 2014માં ACBએ ઝડપ્યા હતા. કોર્ટે તેમને 4 વર્ષની કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગારિયાધાર તા.પ.ના અ.મ.ઈ.ને લાંચ કેસમાં ચાર વર્ષ કેદની સજા

વર્ષ ૨૦૧૪માં ૨૧ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા

ભાવનગર કોર્ટે લાંચિયા અધિક મદદનીશ ઈજનેરને અર્ધો લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો

ભાવનગર -  ગારિયાધાર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર (અ.મ.ઈ.) સામે ૧૨ વર્ષ પૂર્વેનો લાંચનો કેસ સાબિત થતાં ચાર વર્ષ કેદની સજા અને અર્ધો લાખ રૃપિયાના દંડનો કોર્ટે હુકમ કર્યો છે.

ગારિયાધાર તાલુકાના પચ્છેગામમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૪ સુધીમા ભૂગર્ભ યોજનાના કામો મંજૂર થતાં તેનો વર્ક ઓર્ડર રમેશભાઈ પરશોત્તમભાઈ ગોહિલને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યો હતો. જે પૂરી થતાં પાલિતાણા સિંચાઈ વિભાગના ડે.એન્જીનિયરે કામ પૂરૃ થયાની દેખરેખ કરી તેના રૃા.૯,૨૮,૮૪૨ના બિલો ગારિયાધાર તાલુકા પંચાયતમાં મોકલી આપ્યા હતા. દરમિયાનમાં આ કામના નાણાં લેવાના બાકી હોય, બિલ મંજૂર થયા છે કે કેમ ? તે ખાતરી કરવા રમેશભાઈ ગોહિલ તત્કાલિન અધિક મદદનીશ ઈજનેર કિશોર બાવજનીભાઈ ધોરાજીયાને મળતા તેમણે આ બિલોમાં મારે અભિપ્રાય આપવાનો થાય છે, બિલના ત્રણ ટકા લેખે રૃા.૨૮,૦૦૦ વહવેવાર આપવો પડશે તેમ કહેતા રકઝકના અંતે રૃા.૨૧,૦૦૦ની લાંચ આપવા નક્કી થયું હતું. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેમણે ભાવનગર એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે ગત તા.૨૪-૪-૨૦૨૧ના રોજ છટકું ગોઠવી લાંચિયા અ.મ.ઈ. કિશોર ધોરાજીયાને ૨૧ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડી. સેશન્સ જજ એચ.બી. દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયભાઈ માંડલિયાની અસરકારક દલીલો, પાંચ સાક્ષી, ૩૧ જેટલા આધાર-પુરાવા વગેરેને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એચ.બી. દવેએ આરોપી કિશોર ધોરાજીયાને તકસીરવાઠ ઠેરવી ચાર વર્ષની સજા અને રૃા.૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.