Bhavnagar

ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર LCBએ ઉમરાળા અને શિહોરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ચોગઠ ગામ પાસેથી બે શખ્સ, ચતુર ઉર્ફે ખેખરૃ ડાભી અને અરુણ દીપકભાઈ, 9.40 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. તેઓ રાત્રે બંધ મકાનોને નિશાન બનાવી પાના વડે તાળા તોડી ચોરી કરતા હતા. પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર

ઉમરાળા અને શિહોરના ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયા

એલસીબી સોના ચાંદીના ઘરેણા રોકડા મળી રૃ.૯.૪૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર - ભાવનગર-વલ્લભીપુર રોડ ચોગઠ ગામના ઢાળ પાસેથી એલસીબી ઘર ફોડ ચોરીને અંજામ આપતા બે શખ્સને ચોરી કરેલા રૃા.૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગર-વલ્લભીપુર રોડ ચોગઠ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર ઉર્ફે ખેખરૃ ગભરૃભાઇ ડાભી (રહે.મુળ-રેલ્વે સ્ટેશનની સામે, નટવરનગર,બગસરા જી.અમરેલી), અરૃણ દિપકભાઇ ઉર્ફે દિપુભાઇ (રહે.કોલોની નં.૦૨,નાગલોય દિલ્લી મુળ-એકતા સોસાયટી તા.શિહોર જી.ભાવનગર) કીટ લઇને ઉભા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બન્ને શખ્સને દબોચી લીધા હતા. શખ્સો પાસે રહેલી કોટમાં તલાશી લેતા ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડા મળી રૃા.૯,૪૦,૬૦૦ના મુદ્દામાલ મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા સોના ચાંદીના દાગીના તથા અન્ય વસ્તુ તથા રોકડા રૃપીયા આજથી આશરે બે મહિનાની અંદર ઉમરાળા ગામ ખાતે આવેલ અલગ-અલગ ચારેક રહેણાંક મકાનોના તાળા પોતાની પાસે રહેલ લોખંડના પાનાથી તોડી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના, રોકડ તથા શિહોરમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.બનાવ અંગે ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આજે બંને શખ્સને ઉમરાળા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

બંને શખ્સની ચોરી કરવાની મોડેસઓપરેન્ડી

બન્ને શખ્સ રાતના સમયે અલગ-અલગ વિસ્તારમાં આંટાફેરા મારીને બંધ મકાનને ટાર્ગેટ કરી પાનાથી મકાનમાં મારેલ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા.