ધોલેરાના મિંગલપુર મહાકાળી માતાજીના મંદિર પાસે ચાલતું જુગારધામ ઝડપાયુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એલસીબી. અમદાવાદ ગ્રામ્ય પોલીસની દરોડા
નાળ ઉઘરાવનારા બે આયોજકો ફરાર , આઠ શખ્સ રૃ. ૬૨ હજારના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાયા
ધંધુકા - ધોલેરા તાલુકાના મિંગલપુર ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા છે, જ્યારે જુગારધામ ચલાવતા બે આયોજકો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. સ્ટાફ ધોલેરા વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો, તે સમયે મળેલી ખાનગી બાતમીના આધારે મિંગલપુર ગામ ખાતે દરોડો પાડયો હતો. પોલીસે મહાકાળી મંદિર પાસે ગોળ કુંડાળું વળીને પાનાથી હાર-જીતનો જુગાર રમી રહેલા ઈસમોને ઘેરાબંધી કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા.પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલા રૃ. ૧૦,૫૨૦ રોકડા, પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી મળેલી રૃ. ૫૧,૭૭૦ ની રોકડ રકમ તથા ૫૨ ગંજીપાના મળીને કુલ રૃ. ૬૨,૨૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસના દરોડામાં બાલા મકવાણા, ગુલાબ મકવાણા, જગદિશ કાલ્યા, પ્રકાશ મકવાણા, જીવરાજ વાઘેલા, બટુક કાનાણી, મુન્ના બારૈયા અને સુરેશ કાલ્યા ઝડપાઈ ગયા છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે મિંગલપુરના શેતાન ઉજમશીભાઇ કાનાણી તથા અશોક ચતુરભાઇ કાનાણી જુગાર રમવા આવનાર વ્યક્તિ દીઠ રૃ. ૧૦૦૦ નાળ પેટે ઉધરાવતા હતા અને પોલીસ પર નજર રાખતા હતા.ધોલેરા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




