Bhavnagar

મંગળવારથી પર્વાધિરાજ પર્યુષણના મહાપર્વની આરાધનામાં જૈન સમાજ મગ્ન બનશે

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની 8 સપ્ટેમ્બરથી ભક્તિમય માહોલમાં ઉજવણી થશે. જૈન સમાજ જપાનુંષ્ઠાન, વ્યાખ્યાન અને તપશ્ચર્યા કરશે. 12 સપ્ટેમ્બરે શાસ્ત્રીનગર ઉપાશ્રયે 14 સ્વપ્ન ઝુલાવવામાં આવશે. તપસ્વીઓના પારણાનો આદેશ પણ અપાશે. આ પર્વ નિમિત્તે તમામ દેરાસરો રોશનીથી ઝળહળી ઉઠશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંગળવારથી પર્વાધિરાજ પર્યુષણના મહાપર્વની આરાધનામાં જૈન સમાજ મગ્ન બનશે

રવિવારે ૧૪ સ્વપ્ન ઝુલાવવામાં આવશે

શાસ્ત્રીનગર ઉપાશ્રયે તપસ્વીઓના પારણાનો આદેશ અપાશે, તમામ દેરાસરો રોશનીથી ઝળહળી ઉઠશે

ભાવનગર -  મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણના મહાપર્વની ગોહિલવાડમાં આગામી તા.૮ સપ્ટેમ્બરને મંગળવારથી ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ પર્વ દરમિયાન જૈન સમાજ જૈનાચાર્યોની નિશ્રામાં જપ, અનુષ્ઠાન, વ્યાખ્યાન અને તપશ્ચર્યા સહિતની આરાધનામાં મગ્ન બની જશે.

તપાસંઘના ઉપક્રમે મહાપર્વ દરમિયાન તા.૮ સપ્ટેમ્બરને મંગળવારે પર્યુષણ મહાપર્વના પ્રારંભે શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢીનું સંઘ સાધારણ ફંડ કરાશે. તા.૯ ને બુધવારે અક્ષયનિધિ તપ તથા ૪ ઉપવાસ અને તેથી વધારે ઉપવાસના તપસ્વીઓના પારણાનો આદેશ વડીલ ગુરૃ ભગવંત દ્વારા કૃષ્ણનગરના ઉપાશ્રયે અપાશે. તા.૧૦ને ગુરૃવારે દરેક વિભાગમાં કલ્પસુત્ર ઘરે લઈ જવાનો અને તે વહોરાવવાનો આદેશ અપાશે, પાંચ જ્ઞાાનપૂજા સહિતના સાત આદેશ અપાશે.તા.૧૧ ને શુક્રવારે ગામમાં મોટા ઉપાશ્રય (નૂતન ઉપાશ્રય)માં સુપન ઝુલાવવાનો તથા અષ્ટમંગલ દર્શન કરાવવાનો આદેશ સવારે ૯ કલાકે વ્યાખ્યાન સમયે અપાશે.મોટા દેરાસરના ઘોડીયા પારણા ઘરે લઈ જવાનો આદેશ સવારે ૧૦ કલાકે ગામમાં મોટા (નૂતન) ઉપાશ્રયમાં અપાશે. અને ત્યારબાદ બાકીના બધા ઉપાશ્રયેથી ઘોડીયા પારણા ઘરે લઈ જવાનો આદેશ અપાશે. આ સાથે કલ્પસુત્રના વાંચનનો પ્રારંભ થશે. તા.૧૨ ને શનિવારે દાદાસાહેબ ખાતે ચૌદ સ્વપ્ન સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ કલાકે ઝુલાવવામાં આવશે. તા.૧૪મીએ બારસા સૂત્ર વહોરાવવાનો, ચિત્ર દર્શન,જ્ઞાાનની પાંચ પૂજાનો આદેશ સ્થાનિક તમામ ઉપાશ્રયમાં અપાશે. તા.૨૭ને બુધવારે સવંત્સરી મહાપર્વે બારસા સૂત્રનું વાંચન, મોટુ પ્રતિક્રમણ યોજાશે. આ પર્વને લઈને દાદાસાહેબ તેમજ દરેક વિભાગના દેરાસરો તેમજ ઉપાશ્રયોમાં રોશનીઓથી સુશોભન અને શણગાર કરાયા છે.