Bhavnagar

અમેરિકન એક્સપ્રેસ બેંકનું ક્રેડિટ કાર્ડ બનાવી આપવાના નામે છેતરપિંડી

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ગારિયાધારના એક આધેડના SBI ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા શખ્સોએ અમેરિકન એક્સપ્રેસ બેંકનું કાર્ડ બનાવી આપવાના બહાને 3.85 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ફરિયાદીએ લિંક ઓપન કરતા તેમના ફોનનો એક્સેસ મેળવી ચાર ટ્રાન્ઝેક્શનમાં આ છેતરપિંડી આચરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન એક્સપ્રેસ બેંકનું ક્રેડિટ કાર્ડ બનાવી આપવાના નામે છેતરપિંડી

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શનમાં એસબીઆઈના ક્રેડિટ કાર્ડમાંથી રૃા.૩.૮૫ લાખ જાણ બહાર ઉપડી ગયા

ભાવનગર -  અમેરીકન એક્સપ્રેસ બેંકનું ક્રેડિટ કાર્ડ બનાવી આપવાના નામે ગારિયાધાર ખાતે રહેતા અને મુળ પંજાબના આધેડના એસબીઆઈના એકાઉન્ટમાંથી અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શનમાં રૃા.૩.૮૫ લાખ અજાણ્યા શખ્સોએ ઉપાડી છેતરપિંડી આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પંજાબના જલંધરના વતની અને ગારિયાધાર ખાતે રહેતા તથા અમદાવાદની સોલાર પાવર પ્રોજેક્ટ સંલગ્ન કંપનીના ગારિયાધાર તાલુકાના લેન્ડ લીઝના ઓથોરાઈઝર તરીકે નોકરી કરતા સૌરભ રાજકરણ યાદવને ગત તા.૨-૭ના રોજ અજાણ્યા નંબર પરથી અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને અમેરિકન એક્સપ્રેસ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી અમેરીકન એક્સપ્રેસ બેંકનું ક્રેડિટ કાર્ડ બનાવી આપવાનું જણાવી લીંક મોકલી હતી પરંતુ તેમને કાર્ડ નહી જોઈતું હોવાથી ફોન કાપી નાખ્યો હતો અને લીંક ઓપન કરતા તેમના ફોનમાં એપીકે ફાઈલ ઓપન થઈ ગઈ હતી. બાદમાં ફરી ફોન કરી કાર્ડના બદલામાં કાર્ડ અપાવવાની વાત કરી પૂર્વ આયોજીત કાવતરું રચી તેમના ફોનનો એક્સેસ મેળવી તેમના એસબીઆઈના ક્રેડિટ કાર્ડમાંથી ગત તા.૧૬-૭ના રોજ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શનમાં રૃા.૩,૮૫,૯૮૪.૨૪ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.