Bhavnagar

નિર્મળનગરમાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો કરી ચાર શખ્સે લૂંટ ચલાવી

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં નિર્મળનગર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમોની આગેવાની લેવા બાબતે જૂની અદાવત રાખી કૃપાલસિંહ ચૌહાણ પર ચાર શખ્સે જીવલેણ હુમલો કર્યો. મહાદેવ દાળપુરીની લારીએ નાસ્તો કરતી વખતે કુશ પરમાર, નિલેશ, સંજય ઉર્ફે ઢબુ અને એક અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી, ₹500 લૂંટી ધમકી આપી. નીલમબાગ પોલીસે ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિર્મળનગરમાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો કરી ચાર શખ્સે લૂંટ ચલાવી

નીલમબાગ પોલીસ મથકે ચાર સામે ગુનો નોંધાયો

દાળપુરીની લારી પર નાસ્તો કરી રહેલા યુવક પર ચાર શખ્સે હુમલો કરી ધમકી આપી, રૃા.૫૦૦ લૂંટી લીધા

ભાવનગર - ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમોમાં આગેવાની લેવા જેવી બાબતે જૂની અદાવત રાખીને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે નામજોગ તથા અજાણ્યા ઇસમ વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

નિર્મળનગર શેરી નં. ૯માં રહેતા અને મજુરી કામ કરતા કૃપાલસિંહ ભૂપતસિંહ ચૌહાણ (ઉં.વ. ૩૫) ગત તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે સવા અગિયારેક વાગ્યે માધવરત્ન બિલ્ડિંગ પાસે આવેલ મહાદેવ દાળપુરીની લારીએ નાસ્તો કરી રહ્યા હતા. તે વખતે નિર્મળનગરમાં થતા કાર્યક્રમોની આગેવાની લેવા મુદ્દે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને કુશ દીપકભાઈ પરમાર, નિલેશ જયેશભાઈ, સંજય ઉર્ફે ઢબુ તથા એક અજાણ્યો માણસ ત્યાં આવી પહોંચ્યા હતા.ચારેય ઈસમે કૃપાલસિંહ સાથે ગાળાગાળી કરી તું શું કામ આગેવાની લે છે. તેમ કહી એકસંપ થઈ ઢીકાપાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું. ઝપાઝપી દરમિયાન કુશ પરમારે છરી વડે કૃપાલસિંહના ડાબા પગના ગોઠણના ઉપરના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતા લોહીલુહાણ કરી મુક્યા હતા. આ સાથે સંજય ઉર્ફે ઢબુએ કૃપાલસિંહના શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી રૃ.૫૦૦ની નોટ કાઢી લઈ મોઢા પર પંચ માર્યા હતા.ઈજાગ્રસ્ત કૃપાલસિંહની બૂમાબૂમ સાંભળી તેમના મિત્રો ચંદ્રસિંહ સોલંકી અને અનિલભાઈ વાઘેલા વચગાળામાં બચાવવા પડયા હતા. જેથી હુમલાખોરોએ આજે આ વચ્ચે પડયા એટલે જવા દઈએ છીએ, હવે પછી આગેવાની લીધી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્તને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપ્યા બાદ પોલીસે કુશ પરમાર, નિલેશ, સંજય ઉર્ફે ઢબુ અને એક અજાણ્યા ઇસમ વિરૃદ્ધ બીએનએસ અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.