હાદાનગરમાં જૂની અદાવતમાં યુવકો પર લાકડીઓ વડે ચાર શખ્સનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
હાદાનગર શિવ શક્તિ સોસાયટી પાસે ઊભા રહેવા બાબતે ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપી
ભાવનગર - ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રાત્રિના સમયે ઘર પાસે ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ બે યુવકો પર લાકડીઓ અને ઢીકાપાટુ વડે હિંસક હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, હાદાનગર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા અને ચિત્રા પાણી પુરવઠામાં ખાનગી નોકરી કરતા પરેશભાઈ ભરતભાઈ આલ (ઉં.વ. ૩૨) ગત ૧૦ જુલાઈના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે તેમના દાદાના ઘર પાસે પિતરાઈ ભાઈ અને મિત્ર સાથે વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન સામે રહેતા શામળા શેલાણાએ ત્યાં આવી 'અહીં ઊભા રહેવું નહીં' તેમ કહી ગાળો આપી લાફો મારી દીધો હતો. ત્યારબાદ શામળાના દીકરા મિલન, અલ્પેશ જબરા અને મુન્ના કુકાભાઈ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. અલ્પેશે પરેશભાઈના માથામાં લાકડી ફટકારી દીધી હતી. આ ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા તેમના કાકાના દીકરા તુષારભાઈને પણ મુન્નાભાઈએ માથામાં લાકડીનો ઘા ઝીંકી દીધો હતો.બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી તમામ શખ્સે 'જો હવે સામું જોશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ સંદર્ભે પરેશભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં ચારેય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ




