Bhavnagar

કાપડીયાળી ગામમાં બાઇકનું હેન્ડલ અડવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
બોટાદના કાપડીયાળી ગામે 21 વર્ષીય યુવક ઉમેશભાઈ મેર સોડા પીવા જતાં, બાઈકનું હેન્ડલ અડી જવા જેવી નજીવી બાબતે છ શખ્સોએ લોખંડના કડા અને ફાઈબરના ધોકા વડે બેરહેમીથી માર માર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઉમેશભાઈને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાપડીયાળી ગામમાં બાઇકનું હેન્ડલ અડવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

યુવકને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયો

સોડા પીવા ગયેલા હીરા ઘસતા યુવકને લોખંડના કડા અને ધોકા વડે બેરહેમીથી માર મરાયો

ભાવનગર -  બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે મોટરસાયકલનું હેન્ડલ અડી જવા જેવી નજીવી બાબતમાં એક ૨૧ વર્ષિય યુવક પર લોખંડના કડા અને ફાઇબરના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કાપડીયાળી ગામમાં રહેતા અને હીરા ઘસવાની મજૂરી કરતા ઉમેશભાઈ જયંતીભાઈ મેર (ઉ.વ.૨૧) ગત ૨૫ જૂનના રોજ પોતાનું બાઇક લઈને જતા હતા, ત્યારે ગામના સંજય પ્રવીણભાઈ મેરના બાઇક સાથે તેમનું હેન્ડલ અડી ગયું હતું. આ બાબતનું મનદુઃખ રાખી, સાંજના સમયે જ્યારે ઉમેશભાઈ ગામની શાળા પાસે સોડા પીવા ગયા હતા, ત્યારે સંજય અને ભાણો સુનિલભાઈ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળો ભાંડી ઝઘડો શરૃ કર્યો હતો. વાત આટલેથી ન અટકતા, સંજયએ હાથમાં પહેરેલું લોખંડનું કડું ઉમેશભાઈના માથાના પાછળના ભાગે મારી દેતા લોહીલુહાણ ઈજા થઈ હતી. ઉમેશભાઈ જીવ બચાવીને ભાગવા જતા ગામના અન્ય ચાર શખ્સો દિલીપ રમેશભાઈ, કિશન વલ્લભભાઈ, પ્રવીણ કાળુભાઈ અને સુરેશ કલ્યાણભાઈ ત્યાં લાકડી-ધોકા સાથે ધસી આવ્યા હતા. જેમાં દિલીપે ફાઇબરના ધોકા વડે બરડાના ભાગે અને અન્ય લોકોએ ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને લોહી-લુહાણ હાલતમાં પ્રથમ બરવાળા સરકારી હોસ્પિટલ અને ત્યારથી વધુ સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ઉમેશભાઇએ છ શખ્સ વિરૃધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધા