Bhavnagar

સણોસરા ગામે પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
સિહોરના સણોસરા ગામે વીજળીની અનિયમિતતાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિંચાઈ સહિતના ખેતી કાર્યો સમયસર ન થતાં ચિંતા વધી છે. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા, રોષે ભરાયેલા ધરતીપુત્રોએ PGVCL કચેરીનો ઘેરાવ કર્યો. તેમણે ખેતીવાડી માટે નિયમિત અને પૂરતી કલાકો વીજ પુરવઠો આપવા ઉગ્ર રજૂઆત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

સણોસરા ગામે પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો

વીજળીની અનિયમિતતાના કારણે ધરતીપુત્રો ત્રાહિમામ

સિંચાઈ સહિતના ખેતીપાકના કામો સમયસર ન થઈ શકતા ચિંતા વધી

સિહોર -  સિહોર તાલુકાના સણોસરા ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ધરતીપુત્રોએ એકઠા થઈ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો.

સણોસરા ગામે છેલ્લા ઘણાં સમયથી ખેતીવાડી કનેક્શનમાં વીજળીની અનિયમિતતા અને સમસ્યાના કારણે ખેડૂતો સિંચાઈ સહિતના ખેતીપાકોના કાર્યો સમયસર ન કરી શકતા ચિંતા વધી છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો લાવવામાં ન આવતા રોષે ભરાયેલા ધરતીપુત્રો અને ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ ધસી જઈ ઘેરાવ કરી ખેતીવાડીમાં વીજ પુરવઠો નિયમિત અને પૂરી કલાકો સુધી આપવામાં આવે તેવી રોષ સાથે રજૂઆત કરી હતી.