Bhavnagar

રંઘોળામાં જૂની અદાવતમાં ખેડૂત પર લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલા

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે જૂની અદાવતની દાઝ રાખી ખેડૂત અશોકભાઈ ડાંગર પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો થયો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રંઘોળામાં જૂની અદાવતમાં ખેડૂત પર લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલા

ગંભીર રીતે ઘવાયેલા ખેડૂત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો

અગાઉની પોલીસ ફરિયાદની દાઝ રાખી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું, ૫ સામે ગુનો દાખલ

ભાવનગર -  ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખી ખેડૂત પર લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈ લખુભાઈ ડાંગર (ઉં.વ. ૪૪) ને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના બંને હાથ અને ડાબા પગે ફેક્ચર હોવાનું નિદાન થયું છે.

મળતી માહિતી મુજબ, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા અશોકભાઈ લખુભાઈ ડાંગર (ઉં.વ. ૪૪) ગઈકાલે સાંજે પોતાની વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના જગદિશ મયાભાઈ ડાંગરે તેમને રસ્તામાં રોકી અગાઉ કરેલી પોલીસ ફરિયાદ અંગે ગાળો આપી હતી. ત્યારબાદ રંઘોળા ડેમ સિંચાઈ વિભાગની ઓફિસ નજીક કાળા રંગની કિયા કારમાં શિહોરના નેસડા ગામનો લાલા માસાભાઈ હુંબલ અને ત્રણ અજાણ્યા ઈસમો સામેલ હતાતેમણે લોખંડના પાઇપ વડે અશોકભાઈ પર તાબડતોડ હુમલો કરી દીધો હતો.હુમલાખોરો અશોકભાઈને રક્તરંજિત હાલતમાં છોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પરિવારજનોને જાણ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ઉમરાળા પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે જગદિશ ડાંગર, લાલા હુંબલ અને ત્રણ અજાણ્યા ઈસમો સામે બી.એન.એસ. અને જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ કાવતરું રચવા તથા જાનલેવા હુમલો કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.