India

ટાઈગર શ્રોફ પર હુમલાના માસ્ટરમાઈન્ડનો સાથી પકડાયો, આ વચેટિયાએ જ રૂ.35 હજાર અને વિદેશમાં સેટલ થવાની લાલચ આપી હતી

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં હરિયાણા પોલીસે વધુ એક આરોપી સમીરની ધરપકડ કરી છે. તેણે લોરેન્સ ગેંગના અનિલ પંડિત સાથે મુખ્ય આરોપીઓની વાત કરાવી હતી. મુખ્ય આરોપી રિયાનને 35 હજાર રૂપિયા અને વિદેશમાં સ્થાયી થવાનું પ્રલોભન અપાયું હતું. પોલીસે કોટાથી 3 આરોપીઓની ધરપકડ કરી, જેઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઈગર શ્રોફ પર હુમલાના માસ્ટરમાઈન્ડનો સાથી પકડાયો, આ વચેટિયાએ જ રૂ.35 હજાર અને વિદેશમાં સેટલ થવાની લાલચ આપી હતી

Tiger Shroff Attack New | બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર તાજેતરમાં થયેલા જાનલેવા ફાયરિંગ કેસમાં હરિયાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં વધુ એક આરોપી સમીરની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સમીરે જ લોરેન્સ ગેંગના કેલિફોર્નિયામાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિત સાથે મુખ્ય આરોપીઓની વાત કરાવી હતી. મુખ્ય આરોપી રેયાન ઉર્ફે સુક્કાને આ કૃત્ય માટે 35 હજાર રૂપિયા અને વિદેશમાં સેટલ થવાનું પ્રલોભન આપવામાં આવ્યું હતું.

હથિયાર મેળવવાની મોડસ ઓપરેન્ડી અને રેપિડોનું કનેક્શન

આરોપીઓ જગ્ગી એપ દ્વારા અનિલ પંડિતના સંપર્કમાં રહેતા હતા, જ્યાં કોઈ ઓળખની જરૂર પડતી નહોતી. તેમને હથિયાર પણ કોઈ આપવા આવ્યું નહોતું, પરંતુ કચરાપેટી પાસેથી હથિયાર મેળવી લેવાની સૂચના મળી હતી. આ મામલે રેપિડો કંપનીએ પણ સ્પષ્ટતા કરી છે કે આ કેસ સાથે જોડાયેલ એક શખ્સ અગાઉ તેમની સાથે કેપ્ટન તરીકે રજિસ્ટર્ડ હતો, પરંતુ ઘટનાના દિવસે તેણે માત્ર એક ગ્રાહક તરીકે જ રેપિડો સેવાઓનો ઉપયોગ કર્યો હતો અને કંપની તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ કરી રહી છે.

રાજસ્થાનના કોટાથી ઝડપાયા હતા મુખ્ય આરોપીઓ

ઘટનાને અંજામ આપ્યા બાદ મુખ્ય ત્રણ આરોપીઓ રેયાન, ફૂલ સિંહ અને રિતિક મુંબઈના અંધેરી રેલવે સ્ટેશનથી પુણે-જયપુર એક્સપ્રેસ દ્વારા નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. જોકે, માત્ર 24 કલાકની અંદર જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લીધા હતા. મુંબઈ લાવ્યા બાદ આ તમામ આરોપીઓની વધુ કડક પૂછપરછ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે.