Bhavnagar

સિહોરના દેવગણા ગામેથી બોગસ તબીબ ઝડપાયો

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
સિહોરના દેવગાણા ગામે મુખ્ય બજારમાં શિવમ ક્લિનિક ચલાવતા સંજયગીરી પ્રવિણગીરી ગૌસ્વામીને સિહોર પોલીસે ઝડપી પાડ્યા છે. કોઈપણ સંસ્થાનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર ન હોવા છતાં, તેઓ ગેરકાયદેસર રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે માનવ જીવન જોખમમાં મૂકવાના આરોપસર કુલ ₹20,222ના મુદ્દામાલ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરના દેવગણા ગામેથી બોગસ તબીબ ઝડપાયો

સિહોર -  સિહોર તાલુકાના દેવગાણા ગામે મેઈન બજારમાં શિવમ ક્લિનિક (દવાખાનું) કોઈ પણ સંસ્થાનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણ પત્ર મેળવ્યા વગર ગેરકાયદે ડોક્ટરની પ્રેક્ટિસ કરી માનવ જીંદગી સાથે ચેડાં કરતા સંજયગીરી પ્રવિણગીરી ગૌસ્વામી (રહે.સિહોર)ને સિહોર પોલીસે કુલ રૃા.૨૦,૨૨૨ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સિહોપ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.