એક્સટર્નલ વિભાગ દ્વારા ટીવાય બીકોમ, બીએ એમ.એ. એમકોમ પાર્ટ-૨ની પરીક્ષા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી ૧૮ ઓગસ્ટથી પરીક્ષાનું આયોજન
એસવાય બી.એ એસવાય બીકોમ, સહિતની પરીક્ષાની હોલ ટીકીટ બાકી, ટેન્ટેટીવ તારીખો જાહેર કરાઈ
ભાવનગર - મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં ચાલતા ટીવાય બી.એ., ટીવાય બી.કોમ એમ.એ., એમકોમ-૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૮ ઓગસ્ટથી શરૃ થવા જઈ રહી છે. જેની હોલ ટીકીટ સાઈડ પર મુકેલ છે. જ્યારે અન્ય પરીક્ષાની અંદાજીત તારીખો પણ જાહેર કરાઈ છે.
બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સટર્નલ) વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ટીવાયબીએ, ટીવાયબીકોમ, એમએ-૨, એમ.કોમ. ૨ની પરીક્ષા તા. ૧૮ ઓગસ્ટથી શરૃ થનાર છે. તે પરીક્ષાની હોલ ટીકીટ લીંક પર વિદ્યાર્થીએ તેઓના યુઝસ પાસવર્ડથી લોગીન કરી મેળવી લેવાની રહેશે. હોલ ટીકીટમાં જો કોઈ સુધારો કરવાનો થતો હોય તો જરૃરી આધાર પુરાવા સાથે વિદ્યાર્થીએ રૃબરૃમાં આવી અરજી કરવાની રહેશે.
એસવાયબીએ, એસવાયબીકોમની પરીક્ષાની અંદાજીત તારીખ તા. ૭-૯ છે. તેમજ એફવાયબીએ, એફવાય બીકોમ, એમએ-૧, એમકોમ-૧, ની પરીક્ષાની અંદાજીત તા. ૧૮-૯ છે. જેની પરીક્ષા હોલ ટીકીટ જાહેર થયેથી યુનિવર્સિટીની વેબસાઈટ પર આવશે.




