ઉંચડી ગામની સીમમાં એનર્જી કંપનીના કર્મચારીઓને ખંડણી લેવાના ઈરાદે ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દાઠા પોલીસ મથકમાં બે શખ્સ સામે ગુનો નોંધાયો
વીજ લાઈનમાં સાંકળ ફેંકી ટ્રીપિંગ કરી તાર તોડી નાખી રૃ.૬૪.૦૨નું નુકસાન પહોંચાડયાની ફરિયાદ
ભાવનગર - તળાજા તાલુકાના ઉંચડી ગામની સીમમાં એનર્જી કંપનીના વીજ લાઈનમાં નુંકસાન કરી ખંડણી લેવાના ઈરાદે કંપનીના કર્મચારીઓને ધમકી આપનારા બે શખ્સ સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મોરબીના વતની અને હાલ તળાજામાં રહેતા કેપી એનર્જી કંપનીના પ્રોજેક્ટ મેનેજર યાસીનભાઈ આહમદભાઈ ચૌધરીએ દાઠા પોલીસ મથકમાં જગદીશ લખમણભાઈ ખેર અને કરણ લખમણભાઈ ખેર (બન્ને રહે.ઉંચડી) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત ઈસમો કેપી એનર્જી કંપનીના અધિકૃત વેન્ડર એફઆર એન્ડ કંપની પાસેથી ખંડણી લેવાના ઈરાદે છેલ્લા ત્રણેક માસથી અવાર-નવાર બેડકી-ફુલસરની ૩૩ કેવી ભારે વીજ પ્રવાહની સોલાર વીજ લાઈનમાં સાંકળ ફેંકી ટ્રીપિંગ કરી વીજ લાઈનના તાર તોડી અત્યાર સુધીમાં કુલ રૃ.૬૪,૦૨,૯૬૨નું નુકસાન કરી, તેમજ તેમની કંપનીના માણસોને રિપેરિંગ સાઈટ પર જતાં અટકાવી ધમકી આપતા હતા. આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધ્યો છે.




