Bhavnagar

સાત સબ ડિવિઝનના ૮૨ કનેક્શનોમાં રૃા.૫૦.૩૦ લાખની વીજચોરી પકડાઈ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર PGVCL વર્તૂળ કચેરીએ મહુવા અને સીટી-1 ડિવિઝનમાં વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરી. 39 ટીમોએ બગદાણા, જેસર સહિતના વિસ્તારોમાં 509 કનેક્શનો તપાસ્યા. જેમાં 82 કનેક્શનોમાંથી 50.30 લાખ રૂપિયાની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાત સબ ડિવિઝનના ૮૨ કનેક્શનોમાં રૃા.૫૦.૩૦ લાખની વીજચોરી પકડાઈ

મહુવા અને સીટી-૧ ડિવિઝનમાં વીજચેકિંગ ડ્રાઈવ

વર્તૂળ કચેરી હેઠળના બે ડિવિઝનામાં પીજીવીસીએલની ૩૯ ટીમોએ ૫૦૦થી વધારે કનેક્શનો તપાસ્યા

ભાવનગર - પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીએ આજે મહુવા અને સીટી-૧ ડિવિઝનમાં વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં કુલ ૮૨ કનેક્શનોમાં રૃા.૫૦.૩૦ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા અને સીટી-૧ ડિવિઝનમાં વીજતંત્ર દ્વારા આજે વહેલી સવારથી વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વીજતંત્રની ૩૯ ટીમો દ્વારા બગદાણા, મહુવા આર-૧, આર-૨, જેસર, નેસવડ, કુંભારવાડા અને ડાયમંડ ચોક સબ ડિવિઝનના ૫૦૦ રહેણાંકી અને ૯ વાણિજ્ય મળી કુલ ૫૦૯ વીજ કનેક્શનો તપાસ્યા હતા. જેમાંથી ૮૦ રહેણાંકી અને ૨ વાણિજ્ય મળી કુલ ૮૨ વીજ કનેક્શનોમાં રૃા.૫૦.૩૦ લાખની વીજચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.