Bhavnagar

ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના ૮૪ કનેક્શનોમાં ૪૫ લાખની વીજચોરી પકડાઈ

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર PGVCL દ્વારા ગ્રામ્ય ડિવિઝનના 6 સબ-ડિવિઝનમાં મેગા વીજચેકિંગ હાથ ધરાયું હતું. 36 ટીમોએ 278 કનેક્શન તપાસતા 84માં ગેરરીતિ ઝડપાઈ. કુલ ₹45.27 લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના ૮૪ કનેક્શનોમાં ૪૫ લાખની વીજચોરી પકડાઈ

ગ્રામ્ય ડિવિઝનના ૬ સબ ડિવિઝનમાં વીજચેકીંગ

પીજીવીસીએલની ૩૬ ટીમોએ ૨૭૮ વીજ કનેક્શનો તપસ્યા, ૮૪ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા કાર્યવાહી

ભાવનગર - પીજીવીસીએલ ભાવનગર વર્તુળ કચેરીએ આજે ગ્રામ્ય ડિવિઝનમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૮૩ કનેક્શનોમાં રૃ. ૪૫ લાખની વીજ ચોરી પકડાઈ હતી.

પીજીવીસીએલ ભાવનગર વર્તુળ કચેરી દ્વારા આજે સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ ભાવનગર વર્તુળ કચેરી હેઠળના ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના વરતેજ, વલ્લભીપુર, સણોસરા, સિહોર ગ્રામ્ય અને સીટી તથા નારી સબ ડિવિઝનમાં આજે વહેલી સવારથી વીજતંત્રની ૩૬ ટીમો દ્વારા વીજચોરી અંગેની તપાસણી કરવામાં આવી હતી. આ વીજ ચેકીંગ ડ્રાઈવમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ૬ સબ ડિવિઝનમાં કુલ ૨૭૮ રહેણાંકી વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૪ કનેક્શનોમાં કુલ રૃ.૪૫.૨૭ લાખની વીજ ચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ આગામી દિવસોમાં પીજીવીસીએલ દ્વારા આ પ્રકારે વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.