ભાવનગર ગ્રામ્ય ડિવિઝનમાં ૩૪ લાખની વીજચોરી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત છઠ્ઠા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્
વીજતંત્રની ૩૦ ટીમનું સાત સબ ડિવિઝનમાં પોલીસ સુરક્ષા સાથે ચેકિંગ, વીજચોરી કરતા ૭૫ ગ્રાહકો સામે કાર્યવાહી
ભાવનગર - પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ભાવનગર ગ્રામ્ય ડિવિઝનમાં વીજતંત્ર દ્વારા આજે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સતત છઠ્ઠા દિવસે કરવામાં આવેલા વીજ ચેકિંગમાં ૭૫ કનેક્શનોમાં રૃા.૩૪ લાખની વીજચોરી પકડાઈ છે.
વીજચોરીના કારણે પીજીવીસીએલને થતાં વીજલોસને સરભર કરવા માટે ભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રહી છે. પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ભાવનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવતા વરતેજ, વલ્લભીપુર, સણોસરા, સિહોર ટાઉન અને ગ્રામ્ય તથા નારી સબ ડિવિજનમાં વીજતંત્રની ૩૦ ટીમ દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૪૬ રહેણાંકી અને ૯ વાણિજ્ય મળી કુલ ૨૫૫ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૭૨ રહેણાંકી અને ૩ વાણિજ્ય કનેક્શનો મળી કુલ ૭૫ કનેક્શનોમાં કુલ રૃા.૩૪.૬૧ લાખની વીજચોરી પરડાઈ હતી. વીજચોરી કરનારા ગ્રાહકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વીજ ચેકિંગ કરવા જનારી ટીમો પર હુમલાના બનાવો બને છે ત્યારે વીજ ચેકિંગ કરનારી વીજતંત્રની ૩૦ ટીમ સાથે એસઆરપી, જીયુવીએનએલ પોલીસ, સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી.




