Bhavnagar

પાલિતાણા ડિવિઝનમાં ૩૨ લાખની વીજચોરી પકડાઈ

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
PGVCL દ્વારા ભાવનગરમાં સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ. પાલિતાણા ડિવિઝનના ગારિયાધાર-1 અને 2, ઘોડીઢાળ, પાલિતાણા ટાઉન અને તળાજા-1 સબ ડિવિઝનમાં 40 ટીમોએ વહેલી સવારથી તપાસ કરી. 254 રહેણાંકી કનેક્શનોમાંથી 72માં કુલ ₹32.19 લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી થઈ. આનાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણા ડિવિઝનમાં ૩૨ લાખની વીજચોરી પકડાઈ

સતત ચોથા દિવસે પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ

પાંચ સબ ડિવિઝનમાં ૪૦ ટીમોનું વહેલી સવારથી ચેકિંગ ઃ ૭૨ રહેણાંકી કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ

ભાવનગર -  પીજીવીસીએલ દ્વારા આજે સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિતાણા ડિવિઝનના ૭૨ કનેક્શનોમાં રૃા.૩૨ લાખની વીજચોરી પકડાતા વીજ ટીમો દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

પીજીવીસીએલ દ્વારા આજે સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનના ગારિયાધાર-૧ અને ૨, ઘોડીઢાળ, પાલિતાણા ટાઉન અને તળાજા-૧ સબ ડિવિઝનમાં વીજતંત્રની ૪૦ ટીમો દ્વારા આજે વહેલી સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચેય સબ ડિવિઝનના ૨૫૪ રહેણાંકી કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી  ૭૨ કનેક્શનોમાં કુલ રૃા.૩૨.૧૯ લાખની વીજચોરી પકડાતા વીજ ટીમો દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવના લીધે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. હજુ આગામી દિવસોમાં વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રહેશે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.